► નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીને રિપોર્ટ સુપ્રત છતા હજુ ‘ગુપ્ત’ રખાયો
દહેરાદૂન: ઉતરાખંડમાં જોશીમઠ સહિતના ક્ષેત્રોમાં જમીન ધસી પડવા તથા ઠેર ઠેર તિરાડો પડવાની અને એક નવા પ્રકારની કુદરતી આફતોનો સામનો હિમાચલ ક્ષેત્રે સામે આવી છે અને તે આગામી દિવસમાં વધુ ગંભીર બની શકે છે તે સંદર્ભમાં હાલમાં જ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ જોષીમઠની આ સ્થિતિ અંગે અપાયેલો રિપોર્ટ હજુ સુધી સરકારે ‘ગુપ્ત’ રાખવામાં પણ એક ટોચના અખબારે તે અંગે ખુલાસો કરતા લખ્યું છે કે જોષીમઠ કે તેની આસપાસના ક્ષેત્રોને ‘નો-કન્સ્ટ્રકશન ઝોન’ જાહેર કરવા જોઈએ. દરેક ધરતીની એક ‘કેરીગ કેપેસીટી’ હોય છે. મતલબ કે તેના પર કેટલું ‘વજન’ આપી શકો.
ખાસ કરીને હિમાચલ કે તેમાં બફ્રીના ક્ષેત્રના પહાડી પ્રદેશોને તે ખાસ લાગુ પડે છે અને આ રિપોર્ટમાં જણાવ્યું છે કે જોષીમઠ કે તેના આસપાસના ક્ષેત્રોમાં જે રીતે વ્યાપક અને આડેધડ બાંધકામ થયુ છે તેનાથી આ ક્ષેત્રની ધરતી પરનો ‘બોજો’ તેની મર્યાદા કે ક્ષમતા કરતા અનેક ગણો વધી રહ્યો છે જેનાથી તેનું ‘ઈકો-બેલેન્સ’ બગડી ગયું છે એટલું જ નહી જોષીમઠ જેવા હિમાચલ ક્ષેત્રના અન્ય વિસ્તારોનો પણ આ પ્રકારે સર્વે થવો જોઈએ અને તેમાં નવા બાંધકામની મર્યાદા પણ નિશ્ચીત થવી જોઈએ. ખાસ કરીને આ ક્ષેત્ર જે એક સમયે ખુલ્લો અને ઓછામાં ઓછી વસ્તી ધરાવતો હતો ત્યાં પ્રશાસન વિ. કારણે વધુને વધુ વસવાટ અને તેના માટેના આડેધડ બાંધકામો થયા છે.
► જોષીમઠ જ નહી હિમાલયન ક્ષેત્રની ધરતી પર ક્ષમતા કરતા ‘બોજો’ વધી રહ્યો છે માનવીય પ્રવૃતિઓ જવાબદાર
આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્રીય અને ખાનગી ક્ષેત્રની આઠ એજન્સીઓએ આ અંગે સર્વે કર્યો હતો જેમાં શા માટે ભૂમિ નીચે ધસી પડી રહી છે અને તિરાડો પડી રહી છે તે પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયાસ થયો હતો જે રિપોર્ટ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીને સુપ્રત કરાયો હતો જે રાજય સરકારને પણ સુપ્રત કરાયો પણ કદી જાહેર થયો નથી. વાસ્તવમાં હાઈકોર્ટને પણ આ રિપોર્ટ ઉતરાખંડ હાઈકોર્ટને પણ સુપ્રત કરવાનો છે. ખાસ કરીને આ ક્ષેત્રની ધરતીની ક્ષમતા કરતા વધેલા બાંધકામ ‘બોજા’ ઉપરાંત નબળા તથા વધુ કામચલાવ બાંધકામ, ભેખડો ધસી પડતા જે જમીન બની તેનું તળીયું ‘લૂઝ’ હોય છે તેના પર થયેલા બાંધકામ વિ.ને કારણ ગણવામાં આવે છે.
આ રિપોર્ટ મુજબ જોષીમઠની વસતી 2011ની વસતી ગણતરી મુજબ 16709 હતી જે પ્રતિ સ્કે.કિલોમીટર 1454 દર્શાવતી હતી હવે તે વસતી ડબલ એટલે કે 25000થી વધુ છે પણ મહત્વનું એ છે કે અહી યુવાધનના વિ.ના કારણે આડેધડ બાંધકામ અને અનેક નવા ધાર્મિક બાંધકામ એ પર કોઈ નિયંત્રણ સ્થળ નથી. ખાસ કરીને સોઈલ-ટેસ્ટ મુજબ બાંધકામ મંજુરી જમીનને સાનુકુળ બાંધકામ તથા જીઓ કલાઈમેટની પણ ચિંતા કરવી જરૂરી છે તે આ રિપોર્ટમાં જણાવ્યું હતું.