માંગરોળમાં ઠેર-ઠર ગણપતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

25 September 2023 12:22 PM
Junagadh
  • માંગરોળમાં ઠેર-ઠર ગણપતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

માંગરોળ, તા. 25

માંગરોળમા ઠેરઠેર સ્થળો પર ગણપતી મહોત્સવ ની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ સાથે કરવામા આવી રહી છે જેમા દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ઢોલ નગારા મહાઆરતીઓ સત્યનારાયણ કથા ગરબા, દાદાને અન્નકોટ ધરવા સાથે મહાપ્રસાદ જેવા અલગઅલગ કાર્યક્રમો કરી ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે માંગરોળમાં વિવિધ વિસ્તારોમાં સુંદર સુશોભન મંડપ ડેકોરેશન સાથે સ્થાપીત કરેલી ગણપતિ દાદા નુ ઉત્સવ ભક્તિમય વાતાવરણ મા છેલ્લા છ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માત્રી યુવક મંડળ દ્વારા ઓર્કેસ્ટ્રા સાથે ગોળા રાસનો ભવ્ય આયોજન કરાતા માંગરોળ સહીત આસપાસ ના મોટી સંખ્યા માં લોકો અને આગેવાન આ કાર્યક્રમ નિહાળવા ઉમટ્યા હતા. ગણેશ મહોત્સવ લઇને લોકો અનેરા આનંદ અને ઉત્સાહ સાથે પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે ગણપતિ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement