નવી દિલ્હી, તા.25
ચંદ્ર પર જેમ જમે દિવસો પસાર થઇ રહ્યા છે તેમ તેમ ચંદ્રથી પોણા ચાર લાખ કિલો મીટર દૂર ધરતી પર ભારતીયોના દિલની ધડકન વધી રહી છે પરંતુ ચંદ્ર પર રહેલા વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન હજુ ઉંડી નિંદ્રામાં (નિષ્ક્રિય) છે.
શું ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવ હંમેશને માટે પોઢી ગયા? આ સવાલ લોકોને ઇસરોના ટવીટર હેન્ડલ ન્યુઝ વેબસાઇટ, ટીવી ચેનલો તરફ ખેંચી રહ્યો છે. જો કે તમામ આશંકાઓ વચ્ચે ઇસરો વૈજ્ઞાનિકોને એક વાત હિંમત આવી રહી છે. જો કે જીહા ઇસરોએ કહ્યું છે કે પૂરા 14 દિવસ સુધી ચંદ્રયાન-3 પોતાના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક કરવાની કોશિષ કરતું રહેશે.
વૈજ્ઞાનિકોને આશા છે કે, સૂરજનો પ્રકાશ વધવાની સાથે સોલર બેટરી સારી રીતે ચાર્જ થશે અને બંને ધરતી પર સિગ્નલ મોકલવા લાગશે. કંઇ આવા મેસેજ મોકલી શકે છે, હેલો ઇસરો ! હું આપને સાંભળી રહ્યો છું. આ રીતે જોઇએ તો ઇસરો 6 ઓકટોબર 2023 સુધી લેન્ડર અને રોવરની જાગવાની રાહ જોશે. આ દિવસે ચંદ્ર પર આગામી સૂર્યાસ્ત થશે અને અંધારુ છવાવાની સાથે લેન્ડર-રોવર ફરી જાગવાની અર્થાત સક્રિય થવાની આશા પણ ખતમ થશે.