(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.25
ભાવનગર શહેરમાં ગળેફાસો ખાઈ આપઘાત વહોરી લેવાના બે બનાવ મા એક યુવતી અને એક યુવાનના મોત નિપજ્યા છે.પ્રથમ બનાવમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ પ્રાગજીભાઈ વાઘેલાની દીકરી નયનાબેન ઉં.વ. 21 એ માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ઘેર ગળાફાંસો ખાય આત્મહત્યા હોળી લીધી હતી.
જ્યારે બીજા બનાવવામાં સુભાષનગર વાઘેલા મંડપવાળો ખાંચો, મફતનગરમાં રહેતા હિતેશ રાજુભાઈ બારૈયા ઉ.22 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાસો ખાઈ લીધો હતો. જેને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ અંગે ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.