જૂનાગઢ-ઉના-ગીરગઢડા વિસ્તારમાં અડધાથી બે ઇંચ

25 September 2023 12:41 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ-ઉના-ગીરગઢડા વિસ્તારમાં અડધાથી બે ઇંચ

માણાવદર-1, મેંદરડા-ભેંસાણ-જૂનાગઢમાં હળવા ભારે ઝાપટા, માણાવદરના સણોસરા ગામે મકાન ઉપર વીજળી ત્રાટકી: ગીર ગઢડાના ઉમેજ-પાતાપુર ગામોમાં બે ઇંચ

જૂનાગઢ, તા.25 : છેલ્લા બે દિવસથી ભાદરવો સોળે કળાએ ખીલ્યો હોય તેમ ભારે બફારા વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે ગઇકાલે બપોરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા અને ભેંસાણમાં અડધો અડધો ઇંચ, વંથલીમાં આઠ મીમી, જૂનાગઢમાં વિરામ લીધો હતો.

રસાલા ડેમ: માણાવદરના સણોસરા, જાંબુડા, રોણકી, વેળવામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જે બે કલાકમાં 3 ઇંચ વરસાદ આ ગામડાઓમાં ખાબકતા રસાલા ડેમ ઓવરફ્લો થઇને વહેતો થવા લાગ્યો હતો અન્ય ગામડાઓમાં ઝાપટારુપી નવરસાદ નોંધાયો હતો. માણાવદરના સણોસરા રોણકી જાંબુડા-વેળવા ગામે ચારેક ઇંચ જેટલો વરસાદ સાથે વિજળીના કડાકા ભડાકા થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, સણોસરા ગામે પડી ગયો હતો. ઘરના ઉપકરણો વીજ વાયરો બળી પામ્યા હતા. સ્વીચ બોર્ડ ધડાકા સાથે બહાર આવી ગયું હતું. જાંબુડા ગામે બાવળના ઝાડમાં વીજળી પડતા ઝાડ સળગી જવા પામ્યું હતું.

ઉના
ઉના ગીરગઢડા પંથકમાં છ દિવસ પહેલા બે ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ ભારે તાપ અને ઉકળાટની લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય ત્યારે બપોર બાદ ગીરગઢડા નાના સમઢિયાળા ગામમાં ભારે પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે મેઘરાજા મનમુકીને વરસતા સાડા ત્રણ ઇંચ જેટલો વરસી ગયો હતો. જેથી ખેતરો માંથી પાણી બહાર કાઢી નાખેલ અને ગામમાં ઠેર ઠેર પાણી વહેતા થઇ ગયા હતા. વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

અને ખેતીમાં ઉભા પાકને જીવનદાન મળી રહ્યુ હોવાનુ ખેડૂતોમાં સાંભળવા મળ્યું છે. આ સિવાય ગીર જંગલ નજીકના ગામો જેવા કે શાણાવાકીયા, નારીયેલી મોલી, કાકડી મોલી, ચોરાલી મોલી, ધોકડવા, બેડીયા, નગડીયા, સહીત ગીર પંથક સહીત નજીકના આજુબાજુના ગામોમાં એક ઇંચ જેટલો વરસાદી ખાબકી જતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતા કરી નાખ્યા હતા. તો બીજી તરફ ખેડૂતોના ખેતરો માંથી પાણી બહાર કાઢી નાખતા સીમ વિસ્તારના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સીવાય અમુક ગામોમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. હાલ સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવુ વાતાવરણ પ્રસરી ગયેલ છે..


Related News

Advertisement
Advertisement
Advertisement