મુંબઈ, તા. 25
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આખરે સાત જનમ માટે એકબીજાના થયા . દંપતીએ તેમના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા અને ઉદયપુરની હોટેલ લીલા અને તાજ પેલેસ આ ભવ્ય લગ્નના સાક્ષી બન્યા. આ બિગ ફેટ પંજાબી લગ્નમાં ભાગ લેવા માટે રાજકારણથી લઈને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ આવી હતી. રાઘવ-પરીના લગ્નના રિસેપ્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગભગ 8:30 થી રિસેપ્શન શરૂ થશે.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે લગ્ન બાદ બંનેની પહેલી તસવીર પણ સામે આવી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પરી-રાઘવના વેડિંગ રિસેપ્શનનો પહેલો ફોટો સામે આવ્યો છે રિસેપ્શન બાદ પરી અને રાઘવે મહેમાનો માટે નાઈટ પાર્ટીનું આયોજન કર્યું છે, જેની થીમ બ્લેક અને સફેદ હશે.
પરી-રાઘવના લગ્નની સાનિયા મિર્ઝા અને મનીષ મલ્હોત્રાની તસવીરો સામે આવી છે. બંને ખૂબ જ સુંદર પોશાક પહેરીને દેખાઈ રહ્યા છે. એવા પણ સમાચાર છે કે પરીની વિદાય વખતે યે જવાની હૈ દિવાનીનું ગીત ’કબીરા’ વગાડવામાં આવ્યું હતું. રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 25 સપ્ટેમ્બરે દિલ્હી પરત ફરશે. સાત ફેરા બાદ 24મી સપ્ટેમ્બરે તેમનું ભવ્ય સ્વાગત શરૂ થયું. બંનેએ ખાસ ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું.
રાઘવ કી હુઈ પરિણીતી નામનું ગીત જયમાળા વખતે ગીત વાગ્યું હતું. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિઓ હજુ ચાલી રહી છે. આ બંનેની તસવીરો ટૂંક સમયમાં સામે આવવાની છે.બંનેની તસવીરો જોવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત છે.રાઘવ ચઢ્ઢાડ પરી માટે બોટમાં લગ્નની બારાત લઈ ને આવ્યો હતો.