ઉપલેટામાં અઢી, ગોંડલમાં એક ઇંચ વરસાદ

25 September 2023 12:42 PM
Dhoraji
  • ઉપલેટામાં અઢી, ગોંડલમાં એક ઇંચ વરસાદ
  • ઉપલેટામાં અઢી, ગોંડલમાં એક ઇંચ વરસાદ

ઉપલેટામાં નગરપાલિકાનો છ હજાર લીટરની કેપેસીટી ધરાવતો પાણીનો ટાંકો ધડાકાભેર તુટી પડયો, કોઇ જાનહાની નહીં.

રાજકોટ તા.25 : રાજકોટ જીલ્લામાં ગઈકાળે વીજળીના કડાકા ભડાકા સાથે ઉપલેટામાં અઢી અને ગોંડલમાં એક ઈંચ વરસાદ પડી જવા પામેલ છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ હતી. આ દરમિયાન ઉપલેટામાં નગરપાલિકાનો પાણીનો ટાંકો ધડાકાભર તુટી પડયો હતો જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

ઉપલેટામાં ગઈકાલે બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ સાંજના 6 વાગ્યા સુધીમાં મેઘરાજાએ 65 મીમી (પોણા ત્રણ ઈંચ) જેટલું પાણી વરસાવી દીધું હતું જેથી મૌસમનો કુલ વરસાદ 1443 મીમી થયેલ છે. તાલુકાના વેણુ 2 ડેમ ઉપર 45 મીમી વરસાદ નોંધાયેલ છે. તાલુકાના કોલકી ગામે બે ઈંચ વરસાદ પડેલ છે. કોલકી રોડ ઉપર આવેલ ઉપલેટા નગરપાલિકાનો પાણીનો ટાંકો 6000 લીટરની કેપેસીટી ધરાવતો ધડાકાભેર તૂટી પડતા લોકોના ટોળેટોળા ઉપર ભેગા થઈ ગયેલા હતા.

આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી. ગોંડલમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું ગોંડલ શહેર અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે શહેરના રાજમાર્ગો પાણી પાણી થઈ ગયા હતા. ગોંડલ શહેરમાં ધોધમાર 1 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકયો હતો જેના પગલે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


Advertisement
Advertisement
Advertisement