ગોંડલપંથકમાં બંદૂકમાંથી ફાયરીંગ કરી નીલગાયનો શિકાર

25 September 2023 12:44 PM
Gondal
  • ગોંડલપંથકમાં બંદૂકમાંથી ફાયરીંગ કરી નીલગાયનો શિકાર

ગોંડલ,તા.25
હાદસો કા શહેર ગણાતા ગોંડલ પંથકમાં નિત નવા હાદસા બનતા જ રહેતા હોય છે ત્યારે કોલીથડ ગરનાળા ગામની વચ્ચે નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની માહિતી વન વિભાગને મળતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગાયના મૃતદેહ નો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે ફોરેસ્ટર જાડેજાએ જણાવ્યું હતું કે શનિવારે સાંજના 7:30 વાગ્યાના સુમારે આ ઘટના બની હોવાની જાણ થવા પામી હતી તુરંત ઘટના સ્થળે દોડી જઇ નીલ ગાયના મૃતદેહ નો કબજો લેવામાં આવ્યો હતો અને કોલીથડ પાસે આવેલ ફોરેસ્ટ વિભાગના ઘાસ ડેપોમાં મુકાયો હતો.

આજે રવિવારની રજા હોવા છતાં પણ વેટનરી ડોક્ટરનો સંપર્ક કરી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાથમિક દૃષ્ટિએ તો બંદૂક માંથી ફાયરિંગ કરી હત્યા નીપજાવવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે વધુ માહિતી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે તેવું જણાવ્યું હતું. (જીતેન્દ્ર આચાર્ય દ્વારા)


Advertisement
Advertisement
Advertisement