ગોંડલમાં ગુંદાળા ફાટકને છોટા હાથીએ તોડી પાડયું : ચાલકની ધરપકડ

25 September 2023 12:48 PM
Gondal
  • ગોંડલમાં ગુંદાળા ફાટકને છોટા હાથીએ તોડી પાડયું : ચાલકની ધરપકડ

કુચીયાદડ પાસેથી ઉઠાવાયેલ ટ્રેલરને પોલીસે પકડી પાડયું : પંજાબનો શખ્સ ઝબ્બે

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા. 25

ગોંડલ ના ગુંદાળા રોડ પર આવેલ રેલ્વે ફાટક નંબર 38 સવારે 10.45 વાગ્યે બંધ કરતી સમયે પુરપાટ ઘસી આવેલા છોટા હાથી (માલવાહક) ના ચાલકે ફાટક ને તોડી પાડ્યું હતું. બાદ મા ઇમરજન્સી ફાટક બંધ કરી ટ્રેન ને ક્રોસ કરાવાઇ હતી. માલવાહક ચાલક ને જડપી લઇ રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર થી રાજકોટ જતી ટ્રેન ગઇકાલે સવારે 10.45 વાગ્યે ગુંદાળા ફાટક પાસે રેલ્વે ટ્રેકપર થી પસાર થવાની હતી તે સમયે ફાટક બંધ થતા આ સમયે છોટા હાથી ચાલક ફૂલ સ્પીડ માં આવી જતા ફાટક ને તોડી પાડ્યું હતું. ચાલક ને ઓન ડ્યુટી ગેઇટ મેને ઝડપી પાડી ઈમરજન્સી ફાટક બંધ કરી ટ્રેન પસાર કરાવાઇ હતી.સમગ્ર ઘટના ની જાણ રેલ્વે પોલીસ ના પીએસઆઇ અમોલ ને થતા તુરંત સ્થળ પર પહોંચી ચાલક ને ઝડપી લઈ રેલ્વે સંપત્તિ ની નુકસાની દંડ ની કાર્યવાહી કરાઇ હતી.

ગુંદાળા રોડ શહેર નો મુખ્ય રોડ ગણવામાં આવે છે રોજિંદા નાના મોટા હજારો ની સંખ્યા માં વાહનો અવર જવર કરે છે.ત્યારે વાહન ચાલકો દ્વારા રેલ્વે ફાટક ને તોડવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ગત ડિસેમ્બર મહિના મા યુટીલિટી કાર ચાલકે ફાટક ને નુકશાન પોહચાડ્યું હતું જાન્યુઆરી મહિનામાં આઇસર ચાલકે ફાટક તોડ્યું હતું. ફેબ્રુઆરી મહિના ની શરૂઆત માં બોલેરો કાર ચાલકે ફાટક તોડી પાડ્યું હતું. ત્યાર બાદ ફરી ફાટક તોડી પાડ્યા ની ઘટના સામે આવી હતી.

♦ ચોરાઉ ટ્રેલરને પકડી પાડયું
કુચીયાદડ ની શિવમ હોટલ પાસે થી ગત બપોર ના ચોરાયેલો ટ્રક રુરલ ક્રાઇમ બ્રાન્ચે મોડી સાંજનાં ઉમવાડા ગામ ના મહાદેવ ના મંદિરે જવાનાં રસ્તા પર થી જડપી લઇ ટ્રક ની ચોરી કરનાર પંજાબ ના શીખની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.ગત બપોર ના રાજકોટ નજીક ના કુચીયાદડ પાસે શિવમ હોટેલ પર થી જીજે 18એવી 8559 નંબર ના ટેલર જોડેલા 14 વ્હિલવાળા ટ્રક ની ચોરી થયા બાદ રૂરલ ક્રાઇમ બ્રાન્ચને જાણ થતા પીઆઇ ઓડેદરા,પીએસઆઇ ગોહીલ, બડવા ઉપરાંત સ્ટાફના મહેશભાઈ જાની, મહીપાલસિહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બહોરા,દિગ્વિજયસિંહ રાઠોડ સહિતના પેટ્રોલિંગ મા હતા ત્યારે ઉમવાડા ગામ પાસે બિલેશ્વર મહાદેવ મંદિર જવાનાં રસ્તે કોઈ શખ્સ ટ્રક વહેચવાની તજવીજ કરી રહ્યાની બાતમી મળતા તુરંત ઘસી જઇ રૂ.પાંચ લાખની કીંમતના ચોરાયેલા ટ્રક સાથે પંજાબના અલહરપીંડીના જુગરાજકુમાર સુરેન્દ્રકુમાર શીખ ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.


Advertisement
Advertisement
Advertisement