ધોરાજી તા.25 : ધોરાજીમાં શાળા નં.2ને અમેરિકાના સેવાભાવી પ્રફુલ્લ પટોડીયાની પુણ્યતિથિ નિમિત્તે ઠંડા પાણીનું કુલર અર્પણ કરાયું હતું. અમેરીકા ઉચ્ચ અભ્યાસ કરવા જતા ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓને તન મન ધનથી મદદરૂપ અને તમામ પ્રકારના સહયોગ સેવાભાવી પ્રફુલકુમાર ભીખાભાઈ પટોડીયા પરીવાર આપી રહ્યો છે.
ધોરાજીની પ્રાથમીક શાળા નં.2 ને પ્રફુલભાઈ પટોડીયાની પુણ્યતિથી નીમીતે અમીતાબેન પટોડીયા પરીવાર તરફથી ઠંડા પાણીનું કુલર અને શાળાના તમામ બાળકોને મીસ્ટ ભોજન કરાવી સ્વ. પ્રફુલભાઈ પટોડીયાને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. તેમજ અમેરીકા ખાતે મંદિરે સ્વ. પ્રફુલભાઈ પટોડીયા માટે ખાસ પ્રાર્થના યોજાઈ હતી. જેમાં અમીતાબેન પટોડીયા, નીલ પટોડીયા, સીધ્ધી પટોડીયા, રીધ્ધી પટોડીયા અને ગુજરાતી સમાજના અગ્રણીઓએ પુજા અર્ચના અર્પણ કરેલ હતા.
ધોરાજીના ફરેણી રોડ પર આવેલ પ્રાથમીક શાળામાં ઠંડા પાણીનું કુલર અર્પણ કરાતા પ્રગતીશીલ ખેડુત ભીખાભાઈ પટોડીયા, માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા સાગર સોલંકી અને શાળાના સેવાભાવી આચાર્ય નિલેશભાઈ મકવારા અને સ્ટાફ પરીવારે અમેરીકા સ્થિત પટોડીયા પરીવારનો આભાર વ્યકત કર્યો હતો.