ધોરાજી, તા.25 : સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના ખેલાડીઓ એસએજી દ્વારા આયોજીત અખિલ ભારતીય શાળાકીય રમત 2023-24 સ્પર્ધામાં તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અલગ અલગ રમતમાં ભાગ લીધો હતો અને વિજેતા જાહેર થયા હતા.
જેમાંવોલીબોલ,બેડમિન્ટ,ચેસ,ક્રિકેટ, ફૂટબોલ,સ્વિમિંગ,કરાટે,સ્કેટિંગ, જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો ટોટલ 83 ખેલાડીઓ જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ત્યાંથી 14 ખેલાડીઓ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં સિલેક્ટ થયા છે જે આગામી સમયમાં રાજ્ય કક્ષાએ રમત સ્પર્ધામાં ભાગ લેશે. તમાંમ ખેલાડીઓનો માર્ગદર્શન શાળાના સંચાલક મહેશભાઈ ટાંક તેમજ શાળા આચાર્ય હિતેનભાઈ રાઠોડ અને વ્યાયામ શિક્ષક આનંદ પટેલ અને જયરાજસિંહ ગોહિલ દ્વારા તૈયારી કરાવવા આવી હતી...
આગામી સમયમાં રાજ્ય કક્ષાએ સ્પર્ધા ભાગ લેશે આ સંસ્થાના સ્થાપક શ્રી પ.પૂ.સદગુરૂ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉતરોત્તર રમતગમત સ્પર્ધામા ઉચ્ચ સિદ્ધ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. ફરેણીના ખેલાડીઓ જિલ્લા કક્ષાએ અન્ડર 19 સ્પર્ધામાં પ્રથમ કક્ષાને વિજેતા બનેલ છે.