ધોરાજી તા.25 : ધોરાજીમાં છેલ્લા 10 વર્ષની જેમ આ વર્ષે પણ ઓમ સ્ટુડીયો વાળા નિપુલ સોલંકીને ત્યાં ઓમ ગ્રુપ દ્વારા ગણપતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે કેદારનાથ મંદિરની થીમ પર ગણેશજીનું ભવ્ય ડેકોરેશન કરવામાં આવેલ હતું. ગણેશ મહોત્સવ નીમીતે મહીલા સત્સંગ, સત્યનારાયણની કથા, રાસ ગરબા, સહીતના ધાર્મીક કાર્યક્રમ કરી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નિપુલ સોલંકી, મહેન્દ્ર વઘાસીયા, સીધ્ધાર્થ ગેરીયા, રીકીન ગેરીયા, રાજુ લીંબડ, અમીત લીંબડ, અજય બાલધા, વિન્ટુ ભાયાણી, વિજય ઓઢરાણી, મનીષ ધાડીયા, અનીલ હરપાળ, હીતેન પટેલ, ધર્મેશ પાઘડાર, ધરમ સોલંકી, નિરાગ સોલંકી કેવીન સોલંકી, હીતેષ ગઢીયા, જીગ્નેશ જોષી, સાહીલ, આર્યન, પાર્થીવ, મેહાન, હરેન અમીન સહીતનાએ જહેમત ઉઠાવેલ હતી.