વાંકાનેરમાં ગઢીયા હનુમાનજીના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયા

25 September 2023 12:59 PM
Morbi
  • વાંકાનેરમાં ગઢીયા હનુમાનજીના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયા
  • વાંકાનેરમાં ગઢીયા હનુમાનજીના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયા

ભૂદેવોનું સન્માન કરાયું: ચબુતરાનું ખાતમુહૂર્ત

(લિતેશ ચંદારાણા) વાંકાનેર તા.25

વાંકાનેર ખાતે ગઢીયા હનુમાનજી તેમજ ગાત્રાળ માતાજીના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભૂદેવો દ્વારા 1008 હનુમાન ચાલીસા તેમજ ભૂદેવોનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પરેશભાઈ મઢવી, સુરેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ વોરા હાજર રહ્યા હતા. ચબુતરાના દાતા પ્રજ્ઞેશભાઈ પટેલ, શૈલેષભાઈ ઠકકર, અલ્પેશભાઈ વડગાસીયા દ્વારા ચબુતરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણીય કાર્યક્રમમાં ભુપતભાઈ છૈયા દ્વારા વૃક્ષારોપણ, પાણી બચાવો, પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ, સ્વદેશી અપનાવોની માહિતી આપી હતી.

આ કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ ખીરયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રવિભાઈ લખતરીયા, દિપકભાઈ ઝાલા, મુગટભાઈ કુબાવત, ધીરુભાઈ શામળ, મુન્નાભાઈ, કિશનભાઈ વિજયભાઈ તેમજ ગઢીયા હનુમાનજી મીત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવીહતી.


Advertisement
Advertisement
Advertisement