હળવદના માલણીયાદ કલસ્ટરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સંપન

25 September 2023 01:05 PM
Morbi
  • હળવદના માલણીયાદ કલસ્ટરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સંપન

હળવદના માલણીયાદ સીઆરસી કક્ષાનો રણમલપુર પ્રાથમિક શાળા ખાતે બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023-24 યોજાયું હતું જેમાં 12 પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ કરવામાં આવેલ મોડલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી હતી આ તકે હળવદ બીઆરસી કો ઓર્ડીનેટર મિલનભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણીયા, હળવદ કે.ની. સુનીલભાઈ મકવાણા, બી.આર.પી. પ્રજ્ઞા હરદેવસિંહ પરમાર, સી.આર.સી. ઢવાણા જીતુભાઈ મેર દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા માટે રણમલપુર પ્રાથમિક શાળાએ મુલાકાત લેવામાં આવી હતી તમામ બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત પુરસ્કાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ આયોજન માલણીયાદ સીઆરસી કો-ઓર્ડીનેટર હરમિતભાઈ પટેલ અને રણમલપુર પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ વરમોરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement