વાંકાનેર પાલિકાના સફાઈ કામદારોએ પડતર પ્રશ્નો ઉકેલવા રેલી યોજી આવેદનપત્ર આપ્યું

25 September 2023 01:05 PM
Morbi
  • વાંકાનેર પાલિકાના સફાઈ કામદારોએ પડતર પ્રશ્નો ઉકેલવા રેલી યોજી આવેદનપત્ર આપ્યું

વાંકાનેર પાલિકાના રોજમદાર સફાઈ કામદારો પડતર પ્રશ્નોને ઉકેલ માટે હડતાળ ઉપર છે તો પણ પ્રશ્નો ઉકેલાયેલ નથી જેથી કામદારોએ રેલી યોજીને આવેદનપત્ર આપેલ છે તેઓને કાયમી કરવા, લઘુતમ વેતન આપવામાં આવે, ભરતી કરવામાં આવે તે સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી તેને ઉલેવામાં આવે તેવી માંગ કરેલ છે. વાંકાનેર પાલિકાના સફાઈ કામદારો હડતાળ ઉપર છે. જો કે, પાલિકાના કાયમી સફાઈ કામદારોને હાલમાં કામે લગાડેલ છે અને ડોર ટુ ડોર ક્લેશકશન કરવામાં આવે છે.


Advertisement
Advertisement
Advertisement