મોરબીના હાઉસીંગ બોર્ડમાં અંબિકા ચોક કા રાજા ખાતે જાદુગરનો શો યોજાયો

25 September 2023 01:06 PM
Morbi
  • મોરબીના હાઉસીંગ બોર્ડમાં અંબિકા ચોક કા રાજા ખાતે જાદુગરનો શો યોજાયો

મોરબીના ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે અંબિકા ચોક ખાતે અંબિકા ચોક કા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે જેમાં પૂજારી જયસુખભાઇ નિમાવત દ્વારા દરરોજ પૂજા અર્ચના કરી ગણેશજીની આરાધના કરવામાં આવે છે અંબિકા ગરબી મંડળ સમિતિ દ્વારા જાદુગરના કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે પંચાસરના પ્રખ્યાત જાદુગર એમ.લાલ દ્વારા જુદા જુદા કરતબો બતાવી જાદુના ખેલ કર્યા હતા જેને તમામ આ આયોજનને સફળ બનાવવા સમિતિના વિજયભાઈ ચાવડા, મીઠુંભા જાડેજા, જયસુખભાઈ નિમાવત, પરબતભાઈ પટેલ, ભરતભાઈ ચાવડા, લાલાભાઈ પટેલ, અશ્વિનભાઈ ચાવડા, અલ્પેશસિહ ઝાલા, વસંતભાઈ લુહાર, ભરતભાઈ પટેલ, હિતેશભાઈ અગ્રાવત, અર્જુનભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે (તસ્વીર: જીજ્ઞેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement