(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ ફરાર આરોપીઓ તેમજ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી છે ત્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ગાઉ થયેલ હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીના હાઈકોર્ટમાંથી 14 દિવસના ટેમ્પરરી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા
જેથી તે આરોપી જેલ મુક્ત થયેલ હતો અને કાચા કામના આ કેદીની રજા પૂરી થવા છતાં તે મોરબી સબ જેલમાં હાજર થયો ન હતો જેથી વચગાળાના જામીન લઈને ફરાર થઇ ગયેલ કાચા કામના કેદી હરેશભાઈ ઉર્ફે ઉગો દેવસી ચારોલીયા રહે. કંડલા બાયપાસ રોડ દલવાડી સર્કલ મોરબી ગાંધી ચોક પાસેથી મળી આવતા તેને પકડીને મોરબીની સબ જેલ હવાલે કરેલ છે.
બાઇક ચોરી | મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા હીરાલાલ ડાયાલાલ સાપરિયા જાતે કડિયા (60)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ધુળકોટ અને ખાનપર જવાના રસ્તા ઉપર આવેલ ખારીની સીમમાં આવેલા ખેતરની અંદર જવાના માર્ગે તેણે પોતાનું બાઈક નંબર જીજે 10 બીસીએ 7238 પાર્ક કરીને મૂક્યું હતું જે 10 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એફ.આઇ. સુમરા ચલાવી રહ્યા છે