મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ગણેશોત્સવની ગરિમામયી ઉજવણી

25 September 2023 01:08 PM
Morbi
  • મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ગણેશોત્સવની ગરિમામયી ઉજવણી

મોરબીની માધાપરવાડી કુમાર શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓએ મારી માટી મારા ગણપતિ ના ભાવ સાથે સ્વ હસ્તે સુંદર મજાની,મસ્ત મજાની કલાત્મક ગણેશજીની મૂર્તિ બનાવી હતી અને એક બાળકે હૂબહૂ ગણેશજી જેવી વેશભૂષા ધારણ કરી હતી અને ગણેશજીની જેમ પાટલા પર સ્થાન ગ્રહણ કર્યું હતું અને તમામ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ નાચ ગાન સાથે ગણેશોત્સવની ઉજવણી કરી હતી આ ઉજવણીમાં શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયાના પ્રેરક માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક ભાઈઓ બહેનો પણ બાળક સાથે બાળક જેવા બની વિઘ્નહર્તા દુંદાળા ગણપતિના ગુણગાન ગાવા જોડાયા હતા. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement