મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ વિરાટ પાઉભાજીએ મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવોનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને મારામારી કરી રહેલા શખ્સો દ્વારા ત્યાં મૂકવામાં આવેલા ટેબલ ખુરશી લઈને એક બીજાને મારવામાં આવતા હોય તેવું પણ વીડિયોમાં જોવા મળ્યું છે જોકે આ બનાવ સંદર્ભે ત્યાં હાજર રહેલા પોલીસ કર્મચારીએ વચ્ચે દરમિયાનગીરી કરીને ઝઘડો કરી રહેલા શખ્સોને દૂર કર્યા હતા અને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ શરૂ થયો હતો અને વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ત્યાં કામ કરતા કર્મચારીઓ દ્વારા જ અંદરો અંદર મારામારી કરવામાં આવી હતી જોકે આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હજુ સુધી કોઈ નોંધ થયેલ નથી