(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબી મહિલા મંડળના પ્રમાણિક કર્મચારી હીનાબેન પરમારે તેમને મળેલ કિંમતી વીંટી તેઓએ મૂળ માલીકને પરત કરી હતી.જેના માટે સંસ્થાના પ્રમુખ શરદ એમ.સંપટ તથા તમામ ટ્રસ્ટીઓએ ગૌરવની લાગણી વ્યકત કરી હતી.ગત તા.21 ને ગુરૂવારના રોજ મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો કાર્યક્રમ હતો
જેમાં પ્રમાણિક વેપારીઓ અને સામાજિક કાર્યકર અને કર્મનિષ્ઠ કર્મચારીઓનો સન્માન સમારંભ હતો. આ સમારંભમાં અતિશય કીમતી સોનાની સાચા નંગ વાળી વીંટી હીનાબેનને મળતા તેઓને સંસ્થાના અધિકારીઓને આપતા વીંટી મળેલ છે તેવું માઈક એનાઉન્સ કર્યું હતુ.જે વીંટી વેપારીનું સન્માન હતું તે વેપારી પૈકીના સમ્રાટ જવેલર્સના માલિક કિશોરભાઈ રાણપરાની ખોવાયેલ વીટી હતી.તેઓએ કહ્યું કે, હાલ આ વીંટીની અંદાજિત કિંમત દોઢ લાખ રૂપિયા જેવી થાય છે.
આવી અતિશય કીમતી વીંટી મહિલા પ્રગતિ મંડળ અને વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમાણિક મુખ્ય સંચાલિકા હીનાબેન પરમારને મળતા તેઓએ પરત કરેલ છે.તેઓએ પ્રમાણિકતાનો દાખલો આપીને સંસ્થાનું ગૌરવ વધારેલ હોય તેઓનું કાર્યક્રમના આયોજક લાલજીભાઈ મહેતા, રામભાઈ મહેતા,ઘનશ્યામસિંહ ઝાલા તેમજ બળવંતભાઇ ભટ્ટ સહિતનાઓએ અભિવાદન કર્યુ હતુ તેમ મહિલા પ્રગતિ મંડળના શરદભાઇ એમ.સંપટે જણાવેલ છે.