મોરબીમાં જૈન સમાજ દ્વારા દરવર્ષે યોજાતી રથયાત્રાનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં જૈન સંઘના ભાઈઓ બહેનો જોડાયા હતા આ રથયાત્રા ધર્મનાથ જૈન બેન્ડ પાર્ટીની સૂરાવલિ સાથે દરબાર ગઢથી શરૂ થઈને નહેરુગેઇટ ચોક, જુના બસ સ્ટેશન રોડ થઈને પ્લોટ દેરાસર ખાતે પહોચી હતી આ રથયાત્રા પન્યાસપૂર્વ દિવ્યયશ વિજયજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી સંવેડારત્નશ્રીજીની શુભ નીશ્રામાં કાઢવામાં આવી હતી અને સંઘ પ્રમુખ સહિતના હોદેદારો તેમજ ટ્રસ્ટીગણ સહિત સંઘના તમામ લોકો રથયાત્રામાં હાજર રહ્યા હતા ખાસ કરીને આ રથયાત્રામાં દોશી વનેચંદભાઈ ત્રિભોવનભાઈ પરિવારે સારથી બનવાનો અને પ્રભુજીની પાલખી ઉપાડવાનો લાભ લીધો હતો તથા માતૃશ્રી મધુબેન સેવંતિભાઈ સંઘવી પરિવારે પ્રભુજીને લઈને રથમાં બેસવાનો લાભ લીધેલ હતો આ રથયાત્રાને સફળ બનાવવા માટે કલ્પેશભાઇ ઘોઘાણી, ભાવેશભાઈ શાહ, ભરતભાઇ દોશી, ભાવેશભાઈ દોશી, કિરીટભાઇ સંઘવી તેમજ હોદેદારો અને ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)