(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં કોર્ટે પોકસોના કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તા.30-3-2013 ના રોજ આરોપી મનીષ ઉર્ફે લાલો ઘીરૂભાઈ સાણજા, રહે. કૃષ્ણનગર, મોટા દહીંસરા, તાલુકો માળીયા (મી.) વિરૂધ્ધ પોકસો સહિતની કલમ (4) તથા (6) હેઠળ ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કર્યું હોવાની ફરિયાદ કરી હતી જેમાં આરોપીના વકીલ તરીકે મોરબીના લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ચીફ શબાના એમ. ખોખર રોકાયા હતા. આ કેસ મોરબીના મહે. સ્પે.પોકસો કોર્ટના વિશેષ ન્યાયાધિશ અને અધિક સેશન્સ જજ ડી.પી.મહીડાની કોર્ટમાં ચાલી જતા ધારદાર દલીલોને ધ્યાને લઈને આરોપી વિરૂધ્ધ કેસ સાબિત નહિ થતા આરોપી મનીષ ઉર્ફે લાલો ધીરૂભાઈ સાણજાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે આ કેસમાં આરોપી તરફે શબાના એમ. ખોખર સાથે આસીસ્ટન્ટ જિંકલ એ. રાજકોટીયા તથા મયુર એ. પઢીયાર રોકાયેલ હતા.