મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી 28 બોટલ દારૂ સાથે બે આરોપીની ધરપકડ

25 September 2023 01:36 PM
Morbi
  • મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી 28 બોટલ દારૂ સાથે બે આરોપીની ધરપકડ

કાલિકા પ્લોટ, નગર દરવાજા, લખધીરપુર રોડ પર દરોડા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25 : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અબ્દુલ્લા ઉર્ફે અબુડીના રહેણાંક મકાનમાં પોલીસે રેડ કરતાં ઘરમાંથી 25 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 12,150 ની કિંમતો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી અબ્દુલ્લા ઉર્ફે અબુડી મહેબુબ આરબ હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. નગર દરવાજા ચોક પાસેથી એકટીવા નંબર જીજે 36 પી 7376 લઈને પસાર થયેલા શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે 750 ની કિંમતની દારૂની બોટલ તથા 30,000 રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 30,750 ની કિંમતના મુદ્દામાલ સાથે રાજેશ હોતચંદભાઈ જાંગીયાણી સિંધી (35) રહે. નાની વાવડી વાળાની ધરપકડ કરી હતી. લખધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલ સામેથી પસાર થઈ રહેલા શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 820 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે શામજી રઘુભાઈ સારલા કોળી (48) રહે. લખધીરપુર રોડ શક્તિ પરા વૈભવ હોટલ સામે વાળાની ધરપકડ કરી હતી.


Advertisement
Advertisement
Advertisement