મોરબીના રવાપર રોડે આવેલ અમૃતનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આ છે જેમાં બાળકોના મનોરંજન માટેના જુદાજુદા કાર્યક્રમોનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવેલ છે દરમ્યાન જોકર, ભૂત વિગેરેના પાત્રો ભજવીને તેમજ જુદીજુદી રમતો રમાડીને બાળકોને મનોરંજન કરાવવામાં આવ્યું હતું અહિયાં દરરોજ અંદાજિત 400 થી વધુ બાળકો ગણપતિ દાદાના દર્શન અને પૂજનનો લાભ લેતા હોય છે તે ઉપરાંત તેમના પરિવારજનો અને નગરજનો પણ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવે છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)