ધ્રાંગધ્રામાં ગુડદી પાસાનો જુગાર રમતા 15 પકડાયા : 12.93 લાખનો મુદામાલ જપ્ત

25 September 2023 01:42 PM
Surendaranagar Crime
  • ધ્રાંગધ્રામાં ગુડદી પાસાનો જુગાર રમતા 15 પકડાયા : 12.93 લાખનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાંચનો દરોડો, આંબેડકરનગર જુની ખરાવાડમાં રહેતો કાંતિ છાસીયા પોતાના મકાનમાં કલબ ચલાવતો’તો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.25 : સુરેન્દ્રનગર એલસીબીએ ધ્રાંગધ્રાના આંબેડકરનગર જુની ખરાવાડમાં રહેતા કાંતિ છાસીયાના મકાનમાં દરોડો પાડી ગુડદી પાસાનો જુગાર રમતા 1પ શખ્સોને દબોચી લીધા હતા અને રૂા.12,93,300નો મુદામાલ જપ્ત કર્યો હતો.

મળતી વ્ગિત મુજબ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, સુરેન્દ્રનગર એસપી ગીરીશ પંડયાની સુચનાથી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી મળતા દરોડો પાડી રમતા યુનુસ રહીમ વડદરીયા, ધર્મેન્શ પ્રદીપ જોશી, યશ સુરેશ ગઢીયા, મેહુલ રણછોડ સિંધવ, ગોવિંદ જીવણ મકવાણા, અવીશ અબ્બાસ જેડા, સાહિલ ભીખુ પઠાણ, ગૌતમ પરમાર, દેવા સેલા ગોલતર, હુસેન ઉર્ફે પુનિયો, અહેમદ મમાણી, પંકજ ચમન ગોઠી, બળદેવ રામજી જાદવ, ગીરીશ ચીકા પરમાર, મેહુલ રમણીક અને મગન સોલંકીને ઝડપી લેવાયા હતા. જયારે કાંતિ દાના છાસીયા નાસી છુટયો હતો.

ર કાર, ગુડદી પાસા, પ્લાસ્ટીકની પાઇપ, ડોલ વગેરે મુદામાલ કબજો લેવાયેલ. આ કામગીરીમાં ધ્રાંગધ્રા ડીવીઝનના ડીવાયએસપી જે.ડી.પુરોહિત, એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ સી.એ.એરવાડીયા, એએસઆઇ એસ.બી.દાફડા, હેડ કોન્સ્ટેબલ એડી. ડોડીયા, કોન્સ્ટેબલ મેહુલભાઇ બુધાભાઇ, દશરથભાઇ ઘનશ્યામભાઇ, ગોપાલસિંહ કનસિંહ, સાહિલભાઇ મહંમદભાઇ, હરદીપસિંહ રાજેન્દ્રસિંહ, બળદેવભાઇ મોહનભાઇ, રિમિબેન નવનીતકુમાર, સુધીરસિંહ ગગુભા વિગેરે ફરજમાં રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement