વડાપ્રધાન મોદીએ RBI પુર્વ ગવર્નર ઉર્જીત પટેલને ‘ખજાના પર બેસેલા સર્પ’ ગણાવ્યા હતા

25 September 2023 02:20 PM
India
  • વડાપ્રધાન મોદીએ RBI પુર્વ ગવર્નર ઉર્જીત પટેલને ‘ખજાના પર બેસેલા સર્પ’ ગણાવ્યા હતા

► રઘુરામ રાજન બાદ ખુદ મોદીએ જ નવા ગવર્નર તરીકે ઉર્જીત પટેલને પસંદ કર્યા હતા

► પૂર્વ નાણા સચીવ સુભાષચંદ્ર ગર્ગનાં પ્રકાશીત થનારા પુસ્તકમાં ધડાકો: RBI નાં સરપ્લસ ફંડ કેન્દ્રને ટ્રાન્સફર કરવા મુદ્દે વિવાદ હતો

નવી દિલ્હી: નોટબંધી સહિતના મુદે મોદી સરકાર સાથે ભીડાઈ ગયેલા અને તેમના પુરોગામી રઘુ રામન જેવા જ સ્વતંત્ર આર્થિક મિજાજના રિઝર્વ બેન્કના પુર્વ ગવર્નર ઉર્જીત પટેલે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની ‘સરપ્લસ’ (નાણા) તમામ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં હાથ ખેચી રાખતા અને અન્ય મુદાઓ પર પણ આરબીઆઈ તથા કેન્દ્ર વચ્ચે અનેક તનાવ સર્જાયા હતા.

તે સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમની ઉચ્ચ કક્ષાની બેઠકમાં ઉર્જીત પટેલની સરખામણી ‘ખજાના પર બેસેલા સાપ’ સાથે કરી હતી. આ ધડાકો પુર્વ નાણા સચીવ સુભાષચંદ્ર ગર્ગએ તેમના ઓકટોબરમાં પ્રકાશિત થનારા પુસ્તક ‘વી ઓલ્સો એકસ પોલીસી’માં કર્યા છે. આરબીઆઈના બે ગવર્નર રઘુરામ રાજન અને ઉર્જીત પટેલ સાથે મોદી સરકારના સંબંધો ખૂબજ તનાવભર્યા રહ્યા હતા. રઘુરામ રાજન તેઓને યુપીએ સરકારમાં વારસામાં મળ્યા અને તેમની બાદમાં ટર્મ લંબાવાઈ ન હતી.

તો ઉર્જીત પટેલ તો ખુદ મોદી સરકારના પસંદગીના વ્યક્તિ હતા છતાં પણ તેઓએ અનેક નાણાકીય નીતિઓમાં સરકારના યસ-મેન બનવાનો ઈન્કાર કર્યો હતો અને તેઓને અધ્ધવચ્ચેથી જ હોદો છોડવો પડયો હતો તે વ્યક્તિની બાબત છે તે વચ્ચે હવે આ નવો ઘટસ્ફોટ થયો છે. પુર્વ નાણા સચીવ શ્રી ગર્ગ લખ્યું છે કે તા.14 સપ્ટેમ્બર 2018ના અર્થતંત્રની સમીક્ષા અંગેની એક બેઠકમાં મુશ્કેલી આર્થિક પરીસ્થિતિ અને રિઝર્વ બેન્ક તથા સરકારના તનાવભર્યા સંબંધોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો મિજાજ ગુમાવ્યો હતો અને ઉર્જીત પટેલની સરકારની ‘ખજાના પર બેઠેલા સર્વે’ તરીકે ગણાવ્યા હતા.

આ પુસ્તકમાં ઉર્જીત પટેલ દ્વારા સરકાર સમક્ષ જે પ્રેઝન્ટેશન થયું અને તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી વડાપ્રધાનના પ્રિન્સીપાલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા સાથે લગભગ બે કલાક ચર્ચા થઈ હતી પણ કોઈ નિષ્કર્ષ નહી આવતા વડાપ્રધાને મિજાજ ગુમાવ્યો હોવાનું ગર્ગ લખે છે. આ બેઠકમાં તે સમયના રેલવેમંત્રી પિયુષ ગોયલ, એડી. પ્રિન્સીપાલ સેક્રેટરી પી.કે.મિશ્રા સંરક્ષણ સચીવ રાજીવકુમાર રીઝર્વ બેન્કના બે ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય અને એન.એસ.વિશ્વનાથન પણ મૌજૂદ હતા.

ઉર્જીત પટેલ કેટલીક ભલામણો કરીને સરકારે શું કરવું તે હતી, રિઝર્વ બેન્કે કંઈ કરવાનું ન હતું અને તેમનું આંકન હતું કે જે પરીસ્થિતિ છે તેના માટે આરબીઆઈ સરકાર અને આરબીઆઈ પાસે આ સરપ્લસને ટ્રાન્સફર કરવા મુદે સતત ટકકર હતી. 2016-17ના આરબીઆઈના રૂા.44200 કરોડના સરપ્લસથી રિઝર્વ બેન્ક રૂા.13400 કરોડ રાખવા માંગતુ હતું અને રૂા.30000 કરોડ જ કેન્દ્રને ટ્રાન્સફર કરવાએ 100% સરપ્લસ આપવા જણાવ્યું હતું. આ પ્રકારે અનેક મુદાઓ પર વિવાદ હતા. ગર્ગ તેમના પુસ્તકમાં લખે છે કે ખુદ મોદીજીએ જ ઉર્જીત પટેલને પસંદ કર્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement