કેનેડાની સંસદનો અસલી ચહેરો બહાર: હિટલરના પૂર્વ સૈનિકનું સન્માન કર્યું

25 September 2023 02:44 PM
India World
  • કેનેડાની સંસદનો અસલી ચહેરો બહાર: હિટલરના પૂર્વ સૈનિકનું સન્માન કર્યું

નાઝી વિચારધારાને સમર્થનનો વિવાદ સર્જાતા અંતે અધ્યક્ષે માફી માંગી

ઓટ્ટાવા, તા.25
ભારતને અભિવ્યકિતની સ્વતંત્રતા તથા લોકશાહીની સલાહ આપી રહેલા કેનેડાએ જર્મનીના પૂર્વ તાનાશાહ હીટલરના એક સાથીદારને શ્રધ્ધાંજલી આપીને તેનો અસલી ચહેરો બહાર લાવ્યો છે આ શરમજનક ઘટના કેનેડાની સંસદમાં બની હતી જેમાં સરકારે હિટલરની નાઝી વિચારધારાના સમર્થક એક પૂર્વ સૈનિકનું સન્માન કર્યું હતું.

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ હાલમાં કેનેડામાં પ્રવાસ કર્યો હતો અને તેમણે કેનેડાની સંસદને પણ સંબોધન કરી હતી આ દરમિયાન બીજા વિશ્વ યુધ્ધમાં ભાગ લેનાર એક પૂર્વ સૈનિક યારોસ્લોવએ કેનેડાની સંસદને સંબોધન કરી હતી અને એક યુધ્ધ નાયકની જેમ તેમને સન્માનીત કરાયા. આ પૂર્વ સૈનિક યુક્રેનની તરફથી રશીયા સામે લડયા હતા અને કેનેડાની સંસદમાં સૌએ ઉભા થઇને તેમનું સ્વાગત કર્યું હતું.

આમ દુનિયાભરમાં યહુદી સામે વિરોધ છે તે સમયે કેનેડાની સંસદે તેના એક પૂર્વ સૈનિકનું સન્માનીત કરતા સર્જાયેલા વિવાદમાં બાદમાં સંસદના અધ્યક્ષ આ અંગે માફી માગી લીધી હતી અને વાત થાળે પાડવા કૌશિષ કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement