(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.25 : સુરેન્દ્રનગરમાં રહેતા અને આપના પૂર્વ જિલ્લા ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં આપમાંથી વઢવાણ બેઠક ઉપરથી ચૂંટણી લડનાર હિતેશભાઇ નાયકપરાએ 25 લોકોની ભાગીદારી સાથે મોરબીમાં રોસાટા વિટ્રીફાઇ પ્રાઇવેટ લીમીટેડ કંપની બનાવી હતી. આ ફેકટરી કરવા માટે બીઓબીમાંથી 25 ભાગીદારોએ લોન લીધી હતી. તેના માટે મોરબી અને સુરેન્દ્રનગર ખાતે આવેલી મીલકતો તારણમાં મૂકી હતી.
બેંકના હપ્તા ભરવામાં ન આવતા મિલકતો ટાચમાં લેવા માટે બેંકે કેસ દાખલ કરતા એડિશનલ સિવિલ કોર્ટે મિલકતો બેંકને સોપવા માટે આદેશ કર્યો હતો. તા.7-7-23ના રોજ કોર્ટ તરફથી હિતેશભાઇ નાયકપરા અને તેમના ભાગીદારો રાજેશકુમાર પટેલ, કરણભાઇ ગામી, રાજેશકુમાર વીલપરા, ભાવેશભાઇ નાયકપરા, પ્રવિણભાઇ ભીમાણી, નારણભાઇ ભીમાણી, ઇશ્વરલાલ વીલપરા, હિતેષકુમાર પટેલ,વિરજીભાઇ ગામી, ત્રિભોવનભાઇ કગથરા, મકનભાઇ વામજા,
હરિકૃષ્ણભાઇ જાકાસણીયા, હિતેષ ચનિયારા, રજનીકાંતભાઇ કગથરા, ભરતકુમાર પટેલ, મેહુલકુમાર પારેચા, ઇશ્વરલાલ કગથરા, અનિરૂધ્ધ નાયકપરા, દેવકરણભાઇ ભિમાણી, વિપુલ કગથરા, કુલદીપ રૂપાલા, શૈલેષભાઇ ભીમાણી, બાવલભાઇ નાયકપરા, ઘનશ્યામભાઇ કગથરા સહિતના લોકોએ તારણમાં મુકેલી મિલકતોમાં રાખેલ સામાન ખાલી કરી લેવા તાકીદ કરી હતી. રવિવારે બેંકે હિતેશભાઈ, તેમના ભાગીદારોની દુકાન, ઓફિસ, મકાન સહિતની મિલકતોને સીલ કારવામાં આવ્યા હતા.