સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બાઇક ચાલકનું મોત : એકને ઇજા

25 September 2023 02:57 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બાઇક ચાલકનું મોત : એકને ઇજા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.25: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવ નોંધાયા છે. જેમાં ચોટીલાના પીયાવા-લાખણકા રોડ પર તા. 5 સપ્ટેમ્બરના રોજ થયેલ અકસ્માતના બનાવમાં બાઈક ચાલકનું અમદાવાદ સારવાર દરમીયાન મોત થયુ છે.જયારે લખતર-તલસાણા રોડ પર ટ્રેકટરમાંથી માપણપટ્ટી નીચે પડતા બાઈક ચાલક સાથે અથડાતા તેને ઈજા પહોંચી છે.

ચોટીલા તાલુકાના ચોબારી ગામે રહેતા રાહુલ હદાભાઈ કળોતરા તા. 5મી સપ્ટેમ્બરના રોજ બાઈક લઈને પીયાવા-લાખણકા રોડ પર પસાર થતા હતા. ત્યારે એક બોલેરો કારના ચાલકે સીમેન્ટ ફેકટરી પાસે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં રાહુલભાઈને જમણા હાથે, સાથળમાં, ઘુંટણના ભાગે અને માથાના પાછળના ભાગે ઈજા થતા સારવાર માટે પ્રથમ રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સીવીલ હોસ્પીટલ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન તા. 16 સપ્ટેમ્બરના રોજ રાહુલભાઈનું મોત થયુ હતુ.

બનાવની મૃતકના પિતરાઈ ભાઈ પંકજભાઈ બીજલભાઈ કળોતરાએ ચોટીલા પોલીસ મથકે બોલેરો કારના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. જયારે લખતર તાલુકાના તલસાણા ગામે રહેતા 42 વર્ષીય નારાયણભાઈ લાલજીભાઈ કરમીયા બાઈક લઈને લખતરથી તલસાણા તરફ જતા હતા. ત્યારે તલસાણા તરફથી આવતા ટ્રેકટરની પાછળ વાવણીયાની દાંતીમાં લગાવેલ

માપણપટ્ટી અચાનક છુટી પડી ગઈ હતી. જેમાં આ માપણપટ્ટી નારાયણભાઈની છાતી સાથે અથડાતા તેઓ રોડ પર નીચે પટકાયા હતા. બનાવની જાણ 108ને થતા પાયલોટ જયદીપસિંહ ઝાલા, ઈએમટી પ્રદીપભાઈ બાંભણીયા દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્ત નારાયણભાઈને સારવાર માટે લખતર હોસ્પિટલ અને ત્યાંથી સુરેન્દ્રનગર રીફર કરાયા હતા.


Advertisement
Advertisement
Advertisement