(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.25 : રાજયની ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષકો અને બીન શૈક્ષણીક કર્મીઓની ઘટ છે. ત્યારે ગુજરાત રાજય શૈક્ષણીક સંઘ સંકલન સમીતી દ્વારા સરકારને જગાડવા માટે તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવે છે. જુલાઈએ સુરેન્દ્રનગર જિલ્લા શૈક્ષણીક સંઘ સંકલન સમીતી દ્વારા જિલ્લા મથકે કલેકટરને લેખીત રજુઆત કરાઈ હતી. જેમાં શિક્ષક, કારકુન, પટ્ટાવાળા, ગ્રંથપાલ, લેબ ટીચર સહીતની ખાલી જગ્યાઓઓ ભરવા અને ઓપીએસની માંગ કરાઈ હતી.
આ ઉપરાંત તા. 24 જુલાઈથી શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણીક કાર્ય કરાવ્યુ હતુ. ત્યારબાદ શિક્ષકોએ તા. 17થી 24 ઓગસ્ટ બ્લેક સપ્તાહની ઉજવણી કરી હતી. તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતા તા. 2જી સપ્ટેમ્બરના જિલ્લા શિક્ષણાધીકારીની કચેરી બહાર રામધુનનો કાર્યક્રમ રખાયો હતો. તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતા તા. 23મીએ સુરેન્દ્રનગરના અજરામર ટાવરથી કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. જેમાં મેરૂભાઈ ટમાલીયા, રણજીતસીંહ ગોહીલ, કંચનબેન આંબલીયા સહિતના વિશાળ સંખ્યામાં સારસ્વત ભાઈ-બહેનો જોડાયા હતા. જેમાં શિક્ષકોએ સફેદ વસ્ત્રો ધારણ કરી, કાળી પટ્ટી પહેરી પ્લેકાર્ડ અને બેનર્સ સાથે મૌન રેલશિક્ષકોની ઘટ પુરવાના સરકારના વાયદા પોકળ.
સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ સહિત વિવિધ પ્રશ્ને ગ્રાન્ટેડ શાળા સંચાલકો અને શિક્ષકોની રજૂઆત સરકારના કાન સુધી ન પહોંચતાં આંદોલનનો માર્ગ અપનાવી આજે જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેડળ ગ્રાન્ટેડ શાળા સંચાલકો અને શિક્ષકો મૌન રેલી યોજશે. સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિધ પ્રશ્નો જેવાકે શિક્ષકોને કાયમી ભરતી, શિક્ષકોની ઘટ, જુની પેન્શન યોજના, પેપર ચકાસણી, પુરક પરીક્ષાની ઉતરવહીની ચકાસણી, પરીક્ષણ અને નિરીક્ષણની કામગીરી, એકમ કસોટી ઓનલાઇન કામગીરી, શિષ્યવૃત્તિ દરખાસ્ત, ચૂંટણીની કામગીરી અને બીએલઓની કામગીરીના કારણે શાળામાં કામગીરીની હાલાકી થતી હોવાની સરકારમાં રજૂઆતો કરી હતી.
વિધાનસભા ચૂંટણી પહેલા સમાધાન થયા બાદ ચૂંટણી પછી માંગણી પુરી કરવાની ખાતરી છતા માંગ પુરી થઇ નથી. જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં આચાર્યોની 40ની ઘટ સામે 30ની ભરતી થઇ પરંતુ 175 શિક્ષકોની હજુ પણ ઘટ જોવા મળી રહી છે.આથી આજે સુરેન્દ્રનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ડો.એમ.યુ.ટમાલીયા, પરેશભાઇ રાવલ, રણજીતસિંહ ગોહિલ, ભરતભાઇ વઢેળ સહિત આગેવાનો દ્વારા મૌન રેલીનું આયોજન કરાયુ છે.જે સાંજે 4 કલાકે અજરામર ટાવરથી કલેક્ટર કચેરી પહોંચશે. નોંધનીય છે કે જિલ્લાની પ્રાથમિક શાળામાં 13, માધ્યમિક શાળામાં 88 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 74 મળી કુલ 175 શિક્ષકોની જિલ્લામાં ઘટ વર્તાઈ રહી છે.