જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસે મહિલા સાથે છેતરપીંડી આચરનારા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

25 September 2023 03:00 PM
Junagadh Crime
  • જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસે મહિલા સાથે છેતરપીંડી આચરનારા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

રાજકોટ, વિરપુર, જેતપુર સહિતના ઠગાઇના ગુનાના ભેદ ઉકેલાયા

જૂનાગઢ, તા.25 : ગત તા.22-9-23ના જૂનાગઢ બસ સ્ટેશન નજીક પટેલ રેસ્ટોરન્ટની બાજુમાં જેતપુરના નવાગઢની મહિલાને ચાંદીના સિક્કા બતાવી તેમની પાસે સોના-ચાંદીના સિક્કા હોય તેવો વિશ્વાસ અપાવી રૂા.50 હજારની રોકડ લઇ વિશ્વાસઘાત-છેતરપીંડી કર્યાની અને બે ચાંદીના સિક્કા આપી ભાગી છૂટ્યાની ફરિયાદ નોંધાતા

જૂનાગઢ આઇ.જી. નિલેશ જાજડીયા અને એસ.પી. હર્ષદ મહેતાએ તાકદે આ ટોળકીને દબોચી લેવાની તાકિદ કરતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે. પટેલ, પીએસઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફને મળેલી બાતમીના આધારે આરોપીઓ ગોવિંદ દેવા રાઠોડ અને મારવાડી બાવરી (ઉ.વ. 25, રહે. દોલતપરા જૂનાગઢ) અને મોહન ગંગારામ વાઘેલા મારવાડી બાવરી (ઉ.વ. 25)ને તેમના ઘર પાસેથી દબોચી લઇ આકરી પૂછપરછમાં પોપટ બની ગયા હતા, રોકડ રૂા.45000, બે મોબાઇલ કબજે કર્યા હતા

તેમની પૂછપરછમાં તેઓએ વીરપુર, જેતપુર, રાજકોટ, જૂનાગઢ સહિતની જગ્યાએ ઠગાઇ-વિશ્વાસઘાત કર્યાની લોકોને છેતર્યાની કબુલાત કરી બન્ને શખ્સોને બી ડીવીઝન પોલીસ હવાલે કરી દેવાતા વધુ તપાસ બી ડીવીઝન પીઆઇએ હાથ ધરી છે. અન્ય કરેલી છેતરપીંડી એક માસ પહેલા ગોવિંદ દેવા રાઠોડ, ગંગારામ વાઘેલા તેની મા રાધા દેવા રાઠોડ, ભીમા રાઠોડ, શૈલેષ રતિલાલ વાઘેલા ઉના ગયા જ્યાં લેવા એક ભાઇએ સીક્કા-સોનુ બતાવેલ જે સોનુ-ચાંદી લેવા માટે જેતપુર આવવાનું કહેલ જ્યાં જેતપુર નગર પાલિકા પાસે આવેલ

ત્યારે રૂા.11 લાખ તેની પાસે દોઢ માસ પહેલા ગોવિંદ દેવા રાઠોડ, ઇશ્વર ગંગારામ વાઘેલા વીરપુર ખાતે એક બહેનને સિક્કા બતાવેલ રૂા.ચાર લાખ લઇ છેતરપીંડી કર્યાની કબૂલાત આપી હતી. 6 માસ પૂર્વે તળાજામાંથી ગોવિંદ તથા શૈલેષ રતિલાલ વાઘેલા બંનેએ એક ભાઇને સોનાનો હાર બતાવી રૂા.30 હજારની છેતરપીંડી કરી હતી, ત્રણ માસ પહેલા રાજકોટથી ગ્રીનલેન્ડ ચોકડી ગોવિંદ દેવા, ઇશ્વર ગંગારામ વાઘેલા બંનેએ એક ભાઇને સોનાનો હાર બતાવી રૂા.80 હજારની છેતરપીંડી કર્યાની કબૂલાત આપી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement