જૂનાગઢ, તા.25 : જૂનાગઢ એ ડીવીઝનના ગેંડા રોડ ટેલીફોન એક્સચેન્જ પાસે વાલ્મીકીવાસમાં રહેતા ફરિયાદી હસમુખભાઇ વિનોદભાઇ પરમાર ગત તા.22-9ના સાંજે 7-30 કલાકે પંચેશ્ર્વર વિસ્તારમાંથી તેમના મિત્રને મળીને પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બરફના કારખાના પાસે પહોંચેલ
ત્યારે પાછળથી મોસામાં ડબલ સવારીમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ મોસા રોકાવી પૈસા બાબતે વાતચીત કરી અચાનક ગળામાં પહેરેલ સોનાનો ચેન 7.5 ગ્રામનો ચેઇન ઝુંટ મારી લઇને ભાગી છૂટયાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાવતા પીએસઆઇ જે.આર. વાજાએ તપાસ હાથ ધરી છે.
ભેંસાણના નાની પાટી મુડામાં રહેતા ગુણવંતભાઇ મોહનભાઇ પટોડીયાનું ચુડા ગામે ગેસ ગોડાઉન આવેલું હોય જે ગોડાઉનમાં તા.22ની રાત્રીના 1-30 થી 3 દરમિયાન ચુડાના જ રહીશ મુકેશ પરમાર અને તેનો સાગ્રીત વિજય માવજી પરમારે ગોડાઉન ઓફિસનું રીંગ તાડુ તોડી સેન્ટર લોક તોડવા માટે ત્રીકમના સળીયા વડે પ્રયાસ કરવા છતાં તાળુ ન તુટ્યું આમ ચોર લોખંડના સળીયાને મુકી ભાગી છૂટયા હતા. સીસી ટીવી કેમેરાની મદદથી બન્ને સામે ભેંસાણ પોલીસે બન્ને આરોપીઓની તપાસ હાથ ધરી છે.