જુનાગઢ તા.25 : જુનાગઢના કડીયાવાડમાં ભારે વરસાદમાં એક જુનું મકાન જર્જરીત પત્તાની માફક ખાબકતા જેમાં રીક્ષા લઈને ઉભેલા નિર્દોષ શખ્સ અને તેના બે માસુમ પુત્રોના મકાનના કાટમાળ નીચે દબાઈ જતા કરૂણ મોત નીપજયા હતા. મૃતકના પત્નિ શાકભાજી લેવા જતા તેઓ બચી જવા પામ્યા હતા. પરંતુ પતિ બે વહાલસોયા દિકરાઓને ગુમાવી દેતા હવે જીવીને શું કરવું છે તેમ નકકી કરી એસીડ પીને જીવ આપી દીધો હતો. જે કરૂણ ઘટનાના પડઘા ગુજરાતમાં પડવા પામ્યા હતા.
ગત તા.24-7-2023ના ઘટનાની સહાયરૂપે રૂા.12 લાખની આવેલ હોય જે સહાય મૃતકના નાણા આવ્યાની જાણ આરોપી સંદીપ સોલંકીને હોય 20 દિવસ પહેલા આરોપી સંદીપે ફરીયાદી પુનીત મનસુખભાઈ માધડ ઉ.25 રે. પંચેશ્ર્વર રોડ બોર્ડીંગવાસ વાળાને મૃતકના સાળા થતા હોય તેને ડરાવી ધમકાવી બળજબરીથી રૂા.25000 માંગેલ જેમાં પુનીતભાઈ માધડે રૂા.20,000 આપેલ પંદર દિવસ બાદ ફરી 5000 બળજબરીથી લઈ લીધેલ હતા. ગઈકાલે તા.26-9ના બનાવને બે માસ પૂર્ણ થયેલ હોય
જેથી બનેવી બહેન અને બે ભાણીયાઓ પાછળ બટુક ભોજન નાના બાળકોને પોતાના ઘરે જમાડતા હતા ત્યારે સાંજના સાડા છના સુમારે આરોપી સંદીપ ઉર્ફે કાલીયો સોલંકી જે ભાથાભારે હીસ્ટ્રીશીટર હોય તે ઘરમાં આવી પુનીતભાઈ પાસે બળજબરીથી રૂા.50,000ની માંગણી કરેલ જે રૂપીયા આપવાની ના પાડતા આરોપી સંદીપ ઉર્ફે કાલીયાએ નેફામાંથી છરી કાઢી બળજબરીથી રૂપિયા આપવાની માંગ કરેલ ત્યારે પણ રૂપિયા આપવાની ના પાહતા સંદીપ સોલંકીએ છરી ડાબા હાથમાં ઝીંકી લોહીલોહાણ કરી દીધેલ હતા
તેમજ સાહેબ નંદુબેન મનસુખભાઈ વચ્ચે પડતા તેઓને પણ ગળાના ભાગે અને પેટમાં છરીના ઘા મારી લોહીલોહાણ કરી પુનીતભાઈના પેન્ટના ખીસ્સામાંથી બળજબરીથી રૂા.1160ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાતા પીએસઆઈ ઓ.આઈ.સીદીએ આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ઈ.પી.કો. 386, 394, 452, 324, 323, 294 (ખ) 506 (2) જીપી એકટ 135 મુજબ ગુન્હો નોંધાયો છે. સંદીપ કારીયો મોટો ડીસ્ટ્રીશીટર હોય અને હાલમાં જેલમાંથી છુટીને બહાર આવ્યો હોવાનું જાણવા મળેલ છે.