જુનાગઢ તા.25 : જુનાગઢ બી ડીવીઝન પોલીસમાં શનિવારની રાત્રીના રહેણાંક બંધ મકાનનું તાળુ તોડી રોકડ સોનાના દાગીના સહીત કુલ રૂા.1.10 લાખની મતાની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. ફરીયાદી અરજણભાઈ નારણભાઈ વસરા (ઉ.50) રે. શ્રવણ ફળીયા આહીર ભવન જુનાગઢએ જણાવ્યા મુજબ તેમના બહેનનું મકાન ફાર્મસી ફાટક અક્ષર એવન્યુ સોસાયટી પ્લોટ નં.20 ઓમ બંગલોમાં આવેલ હોય
જે મકાનનું ધ્યાન અરજણભાઈ વસરા ધ્યાન રાખતા હોય બહેન બહાર ગયેલ હોય ત્યારે તા.23-9ની રાત્રીના કોઈ અજાણ્યા જાણભેદુએ મકાનનું તાળુ તોડી ઘરમાંથી સોનાનો ચેન એક તોલા રૂા.30,000 સોનાની બંગડી બે એક તોલા રૂા.30,000 રોકડ રૂા.50,000 સહિત કુલ રૂા.1,10,000ની મતાની કોઈ અજાણ્યો ઈશમ ચોરી કરીને લઈ ગયાની ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પીએસઆઈ એમ.કે. મકવાણાએ તપાસ હાથ ધરી છે.
યુવતીનો આપઘાત | કેશોદના કેવદ્રા ગામે રહેતા ફરીયાદી ચંદ્રેશભાઈ રતીલાલ ખાણીયા (ઉ.30) એ કેશોદમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી રમેશ ચેના રામજી રે. મેડા જાગીર તા. સાંચોર જીલ્લા જાલોર રાજસ્થાન વાળાએ મૃતક કોમલબેન સાથે મીત્રતા કેળવી લગ્ન કરવાનું જણાવતા કોમલબેને લગ્ન કરવાની ના પાહતા આરોપી રમેશે તેના ફોટા વીડીયો વાયરલ કરી દેવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપતા કોઈ રસ્તો ન રહેતા કોમલબેને ગત તા.21-9ની સાંજે 7ના સુમારે પીપળી ગામે રામમંદિર પ્લોટ વિસ્તારમાં ઝેરી સેલફોસનો પાવડર પી લેતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ કેશોદ પીએસઆઈ પી.કે. ગઢવીએ હાથ ધરી છે.