જુનાગઢ તા.25 : જુનાગઢ જીલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા છે. જેમાં મેંદરડાના ચરણીયારા ગામે રહેતા યમુનાબેન હરસુખભાઈ પાઘડાર (ઉ.વ.45)ને ત્રણેક માસથી સ્તનનું કેન્સર હોય જેની દવા ચાલતી હોય હોસ્પીટલમાંથી રજા આપતા અચાનક શ્ર્વાસની તકલીફ થતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું.
મેંદરડાના નાગલપુર ગામે રહેતા મોતીબેન સવદાસભાઈ કંડોરીયા ઉ.60 એ કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાંખવાના ટીકડા પી લેતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું.
માણાવદરના મટીયાણા ગામે રહેતા અશોકભાઈ મુળજીભાઈ ચૌહાણ (ઉ.50) મટીયાણા ગામે પ્રભાશંકરભાઈ જમનાદાસભાઈના મકાને કલર કામ કરતા હોય અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થતા મોત નોંધાયું હતું.
માણાવદરના દેશી ગામે રહેતા વકમાતભાઈ કચરાભાઈ રાવલીયા (ઉ.68) પોતાના ખેતરે જંતુનાશક દવા છાંટતા પવનનાકારણે દવા મોઢામાં ઉડતા ઝેરી અસર થઈ જતા મોત નોંધાયું હતું.
મુળ દાહોદ હાલ મીતીગામે રહેતા નીલેશભાઈ રતનભાઈ પલાસ (ઉ.19) ખેતરમાં ઝેરી દવા છાંટતા ચકકર આવી જતાં નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા થતા મોત નોંધાયું હતું.