(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા.25 : પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પ્રભાસ પાટણ શહેર અને 48 ગામોના આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત આગેવાનોએ જે પ્રશ્નો કરેલા જેમાં નાના અને મજુર વર્ગ ના લોકો ટ્રાફિક પોલીસની હેરાનગતિ, પ્રભાસ પાટણમાં શિવ પોલીસથી વટલા પોલીસ ચોકી સુધીની ટ્રાફિકની સમસ્યા સહિત ના પ્રશ્નો પુછાયેલા હતા
આ તકે પીઆઈ એલ.બી. જાડેજા, પ્રભાસ પાટણના પીઆઈ મકવાણા, પીએસઆઇ ભુવા અને કાગડા તેમજ આગેવાનો મા પુર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવા, નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ જયદેવ જાની, વિક્રમભાઈ પટાટ, સરમણભઆઈ સોલંકી, કરશનભાઈ બારડ, બચુભાઈ વાજા , સંજયભાઈ ડોડીયા પ્રભાસ પાટણ ના આગેવાનો મા કોળી સમાજના પ્રમુખ ઉકાભાઇ ગઢીયા,ઉપ પ્રમુખ રામભાઈ સોલંકી, બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ મુસ્લિમ સમાજના યુસુફભાઈ પાકીઝા, નુરદિનભાઈ, પ્રવિણભાઈ ચુડાસમા, લક્ષ્મીકાંત સોલંકી સહિતના આગેવાનો એ હાજરી આપી હતી.