(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.25 : ખાંભા તાલુકાનાં નાના બારમણ ગામે રહેતા રમેશભાઈ ઉકાભાઈ પરમાર નામના 29 વર્ષિય ડ્રાઈવર યુવક પોતાના હવાલાવાળા ટ્રક નં. જી.જે. 10 ઝેડ 5795 લઈ રાજુલા નજીક આરટીઓ વાળાએ રાખેલ કેમ્પમાં પાસીંગ કરવા જતા હતા ત્યારે રસ્તામાંતેઓ યાદવ ટ્રાન્સપોર્ટ પાસે પહોંચતા લાલભાઈ જીકારભાઈ વાઘ તથા ત્રણ અજાણ્યા ઈસમોએ ડ્રાઈવરને ગાળો આપી ગાડીની ચાવી લઈ અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી પાઈપ વડે માર મારી ડ્રાઈવર ખીસ્સામાંથી રૂા.9500 કાઢી લીધાની ફરિયાદ મરીન પિપાવાવ પોલીસમાં નોંધાઈ છે.
રાજુલા તાલુકાનાં વીકટર ગામે રહેતા રણછોડભાઈ ચીથરભાઈ બાંભણીયા નામનાં વેપારીનાં નાના ભાઈ વિજયભાઈનાં પત્ની છાયાબેન તથા તેમનાં કૌટુંબીક ભાભી ઉષાબેન સામસામે રહેતા હોય અને અવારનવાર બોલાાલી કરતાં હોય. તે વાતનું સમાધાન કરવાનું આ વેપારીએ કરેહતા સામાવાળા પ્રભાતભાઈ બાંભણીયા તથા 3 મહિલા સહિત 4 લોકોએ વેપારીને તથા તેમની પત્નીને દુકાને બેટ લઈ તથા ધારીયુ બતાવી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
ગળાફાંસો ખાધો
ધારી ગામે યુસુબગઢમાં રહેતા હકનભાઈ નાનજીભાઈ ચાવડા નામના 45 વર્ષિય આધેડને છેલ્લા 15 વર્ષથી શ્વાસ તથા હરસ-મસાની બીમારીથી કંટાળી જઈ રૂમનાં સ્લેબમાં પંખા લગાડવાનાં હુકમાં દોરડું બાંધી પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત થયાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.
તરૂણીની છેડતી
રાજુલા નજીક આવેલ વીકટર ગામે રહેતી એક તરૂણી પોતાની બહેન સાથે દુકાને દૂધ લેવા ગયેલ ત્યારે તેજ ગામે રહેતા રણછોડભાઈ ચીથરભાઈ બાંભણીયાએ પાછળથી આવી બાવડુ પકડી છેડતી કરેલ બાદમાં અન્ય બે મહિલા સહિત ત્રણેય ઈસમો રીક્ષા લઈ આવી આ તરૂણીની બહેનને લોખંડનાં પાઈપનોઘા મારી ઈજા કરી તથા તેણીનાં દાદીને વાળ પકડી પછાડી દઈ ઈજા કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
જુગાર
મહુવા તાલુકાનાં કીકરીયા ગામે રહેતા મનુભાઈ દેવાયતભાઈ હડીયા સહિત 6 જેટલા ઈસમો સાવરકુંડલા તાલુકાનાં દાધીયા ગામે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા હોય. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસને બાતમી મળતા દરોડો પાડી રોકડ રકમ રૂા. 3830ની મતા સાથે 2 આરોપી ઝડાપાયા હતા જયારે 4 આરોપી નાશી છુટયા હતા. અળયિહશ લાઠી તાલુકાનાં દેરડી (જાનબાઈ) ગામે રહેતા પ્રવિણભાઈ પરશોતમભાઈ ગોહિલ સહિત 5 ઈસમો દેરડી (જાનબાઈ) ગામની સીમમાં જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા હોય. આ અંગે લાઠી પોલીસને બાતમી મળતાં દરોડો પાડી રોકડ રકમ રૂા.12230ની મતા કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.