(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.25 : સરસીયા રેંજમાં ઘારી રાઉન્ડની છતડીયા બીટના અનામત જંગલ વિસ્તારમાં ગત તા.17-8-23 ના રોજ ગેરકાયદેસર પ્રવેશ કરી વન્યપ્રાણીઓ ઉપર રાત્રીના સમયે વાહન અને હાથબતી દવારા પ્રકાશ ફેંકી વન્યપ્રાણીઓને રંજાડ કરવાના ગુન્હા સબબ ગીર(પૂર્વ)વન વિભાગના નાયબ વન સંરક્ષક રાજદિપસીંહ ઝાલા, મદદનીશ વન સંરક્ષક ઘારી શૈલેષ ત્રીવેદીના માર્ગદર્શન હેઠળ સરસીયા રેંજના મહીલા રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી જયોતિબેન વાજા
અને તેમની ટીમ દવારા સઘન તપાસ કરતા ગત તા.21 અને તા.22-9-23 ના રોજ ટીંબલા, રાજકોટ, બારડોલી અને સુરત સુઘીનું પગેરુ શોઘી કાઢી, ગેરકાયદેસર સિંહ દર્શનની લાલચથી આવેલ પ્રતાપ જગુભાઈ, સુનીલ મનસુખભાઈ, વિક્રમ મનસુખભાઈ, રાકેશ ચંદુભાઈ તથા ભીખુ નંદલાલ નામના 5 ઈસમો તેમના વાહન ઇનોવા નં.જી.જે.18 એબી. 9364 સાથે રજુ થતાં
તેમની આ પાંચેય ઈસમો સામે કાયદાકીય કાર્યવાહી કરી રૂપિયા 2,07,000 નો દંડ વસુલ કરવામાં આવેલ છે. આ અગાઉ પણ ગત તા.17-8-23 ના આજ ગુનાના અનુસંઘાને 5(પાંચ) આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં પણ રૂપિયા 1,90,000 નો દંડની વસુલાત કરવામાં આવેલ આમ આ સંપૂર્ણ કેસમાં વન્યપ્રાણીઓને રંજાડ અને ગુન્હાહીત કૃત્ય આચરવા બદલ વન્યપ્રાણી અઘિનિયમ 1972 ની વિવિધ કલમ હેઠળ રૂપિયા 3,97,000 ના દંડ વસુલ કરી નીયમ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.