(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.25 : મદદનીશ વન સંરક્ષક અમરેલીની સુચના હેઠળ વન્ય જીવ રેન્જ રાજુલાના આર.એફ.ઓ. વાય.એમ રાઠોડ તથા સ્ટાફને વન્ય પ્રાણીનું મૃત્યુ થયાની બાતમી મળતા રુબરુ સ્થળ પર તપાસ કરતા આરોપી પરસોત્તમભાઈ જાદવભાઈ જોગાણીએ પોતે પોતાની માલિકીની વાડીમાં ખુલ્લો વીજપ્રવાહ પસાર કરી એક નીલગાયનું મૃત્યુ નીપજાવેલ હોય, જે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુન્હો બનતો હોય છે, જે ગુન્હો આરોપીએ કબૂલ કરેલ છે, જે સબબ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરતા આરોપી પાસેથી 25,000 એડવાન્સ રિકવરી પેટે વસૂલ કરી આરોપીને જાતન પર મુક્ત છે. કામગીરીમાં વાય.એમ.રાઠોડ રેન્જ ફોરેસ્ટ ઓફીસર, વન્યજીવરેન્જ રાજુલા, આઇ.વી.ગોહિલ, વનપાલ સૂચિત રેસ્ક્યુ ટીમ-1 રાજુલા, એચ.આર.બારૈયા વનરક્ષક બર્બટાણા બીટ, યુવરાજભાઈ ટ્રેકર, ધારેશ્વર, સંજયભાઈ ટ્રેકર, ધારેશ્ર્વર વિગેરે જોડાયા હતા.