(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા. 25 : લોએજમાં વાસ્મોમાંથી 30 લાખના ખર્ચે બનનાર ઊંચી ટાંકીનાં કામનું ખાતમુરત ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લોએજ સ્વામી મંદિરના કોઠારી સ્વામી શ્રી મુક્ત સ્વરૂપ સ્વામી માંગરોળ તાલુકા પં.પ્રમુખ પ્રતિનિધી ભાવેશભાઇ ડાભી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધી બાલુંભાઈ કોડીયાતર, જેઠાભાઈ નંદાણીયા, પરબતભાઈ જોટવા દિલીપભાઈ રાઠોડ, ભગવાનભાઈ મોરી તા.5. સદસ્ય ગોવાભાઈ ચાંડેરા દાનાભાઈ ખાંભલા રાજુભાઈ છેલાણા, જગમાલભાઈ નંદાણીયા, રામભાઈ બામરોટીયા ,કરસનભાઈ પિઠીયા, રણજીતભાઈ વાઢેર વગેરે આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી રવિભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.