અમરેલીમાં ડોનેટ કરાવેલ ઓર્ગનને અમદાવાદ પહોંચાડવા ગ્રની કોરીડોર બનતા પીએસઆઇનું કરાયું સન્માન

25 September 2023 03:20 PM
Amreli
  • અમરેલીમાં ડોનેટ કરાવેલ ઓર્ગનને અમદાવાદ પહોંચાડવા ગ્રની કોરીડોર બનતા પીએસઆઇનું કરાયું સન્માન

અમરેલીમાં ડોનેટ કરાયેલ ઓર્ગન માટે અમરેલીથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર કરવા બદલ પ્રશંસનીય કામગીરી કરનાર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ વિજયસિંહ ગોહિલને પોલીસ અધિક્ષક હિમકરસિંહની હાજરીમાં ડોકટર તેમજ હોસ્પિટલ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું હતું.

થોડા દિવસ પહેલાં અમરેલીથી અમદાવાદ માનવ અંગોને પહોંચાડવામાં ગ્રીન કોરીડોર કરીને માત્ર ત્રણ કલાકમાં અમદાવાદ પહોંચાડીને માનવ સેવા કરનાર જીવન રક્ષક પોલીસ ટીમને હોસ્પિટલ પરિવારે સલામ તથાહૃદયપુર્વક નમન કર્યા હતા. ત્યારે અમરેલીના સેવાના ભેખધારી અને દેવદુત સમા ડો. બી.એન. મહેતાના ધર્મપત્ની શ્રીમતી દમયંતીબેનનાં અંગોનું દાન કરાતા તેમને અમદાવાદ સુધી નિર્ધારીત સમયમાં પહોંચાડવા માટે

અમરેલીથી અમદાવાદ સુધી અમરેલી જીલ્લા ટ્રાફીક શાખામાં ફરજ બજવતા પીએસઆઈ વિજયસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી હતી અને તેઓએ અમરેલીથી અમદાવાદ સુધી નિયત સમયમાં ડોનેટ કરાયેલ અંગોને પહોંચાડયા હતા. ત્યારે આવી પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ અધિક્ષક હિમકરસિંહની હાજરીમાં અમરેલી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ વિજયસિંહ ગોહિલને બિમ્સ હોસ્પિટલનાં ડોકટર પરમાર અને સ્ટાફ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement