મુંબઈ, તા 25 : ઘણી મોટી ફિલ્મો આવતા મહિને ઓક્ટોબરમાં OTT પર આવશે. વિવિધ OTT પ્લેટફોર્મે તમારા મનોરંજન માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. ઓક્ટોબરને મનોરંજનનો સૌથી મોટો મહિનો કહેવામાં આવે તો કંઈ ખોટું નહીં હોય. આ વર્ષે, જે ફિલ્મોએ પોતાની સફળતાથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે તે થોડા જ દિવસોમાં OTT પર જોવા મળશે. ઓક્ટોબરમાં ઘણી તહેવારોની રજાઓ આવવાની છે, જેથી તમે આ ફિલ્મો અને વેબ સિરીઝનો આરામથી આનંદ લઈ શકાશેે. આ યાદીમાં ’ગદ્દર- 2’ અને 'OMG- 2' જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે જેણે પોતાની સફળતાથી થિયેટરોને પ્રખ્યાત કર્યા હતા.
ખુફિયા
ઓક્ટોબરની શરૂઆત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ’ખુફિયા’થી થશે. ’ખુફિયા’ નેટફ્લિક્સ પર 5 ઓક્ટોબરે રિલીઝ થશે. સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં તબ્બુ, અલી ફઝલ અને વામિકા ગબ્બીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
લોકી 2
માર્વેલ કોમિક્સની અમેરિકન શ્રેણી ’લોકી 2’ 6 ઓક્ટોબરના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. જો તમે લોકીના ફેન છો તો તમે આ સિરીઝની રાહ જોતા હશો. આ શ્રેણીમાં ટોમ હિટલસ્ટન મુખ્ય ભૂમિકામાં છે.
દિલ્હીનો સુલતાન
હાલમાં જ વેબ સિરીઝ ’સુલતાન ઓફ દિલ્હી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તાહિર રાજ ભસીન અને મૌની રોય અભિનીત આ સિરીઝની વાર્તા 60ના દાયકાની છે. જેમાં ગેંગસ્ટરની દુનિયા બતાવવામાં આવી છે. દિલ્હીના સુલતાન બનવા માટે પૈસા, સત્તા, ગ્લેમર અને છેતરપિંડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 13 ઓક્ટોબરે રિલીઝ થશે.
કાલા પાની
તમે 18 ઓક્ટોબરથી નેટફ્લિક્સની વેબ સિરીઝ ’કાલા પાની’ જોઈ શકશો. આ શ્રેણીમાં મોના સિંહ, આશુતોષ ગોવારીકર અને અન્ય કલાકારો છે. તેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ’કાલા પાણી’માં આંદામાન નિકોબાર ટાપુઓની વાર્તા બતાવવામાં આવશે. આ ટાપુમાં બગડતી સામાજિક વ્યવસ્થાને કારણે અહીંના લોકો ફસાઈ જાય છે અને દુનિયાથી અલગ થઈ જાય છે.
ગદર 2
’ગદર 2’ના OTT અધિકાર ZEE5 પાસે છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિપોર્ટ અનુસાર, તે 6 ઓક્ટોબરે ઘઝઝ પર આવી શકે છે. મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
OMG- 2
’ગદર 2’ની સાથે અક્ષય કુમારની ફિલ્મ ’OMG-2’ પણ સિનેમાઘરોમાં આવી હતી. આ ફિલ્મની OTT તારીખ પણ જાહેર કરવામાં આવી નથી પરંતુ માનવામાં આવે છે કે આ ફિલ્મ OTT પર ઓક્ટોબરમાં રિલીઝ થશે. આ ફિલ્મ જિયો સિનેમા પર જોઈ શકાશે.
જરા હટકે જરા બચકે
વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ’જરા હટકે જરા બચકે’ આ વર્ષની સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ આવતા મહિને જિયો સિનેમા પર રિલીઝ થવાની આશા છે.
ડ્રીમ ગર્લ 2
આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ’ડ્રીમ ગર્લ 2’ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો પરંતુ દર્શકો દ્વારા તેને પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ પણ ઓક્ટોબરમાં રિલીઝ થશે. રિલીઝ ડેટ હજુ આવી નથી. રિપોર્ટ અનુસાર, ફિલ્મના રાઇટ્સ ણઊઊ5 પાસે છે.