► પતિ ઘરકામમાં મદદ ન કરતો હોવાથી અને લગ્નજીવન બોર બની જવાથી પત્ની પરાયા પુરુષ સાથે સંબંધ બાંધતી હોવાનો સનસનીખેજ ખુલાસો
નવી દિલ્હી, તા.25
લગ્નને લાંબા સમય સુધી ટકાવવા માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને રોમાન્સ હોવો જરૂરી છે, નહીં તો બોરીંગ લગ્ન જીવનનો પાર્ટનર તરફથી બેવફાઇની સંભાવના વધી જાય છે. લગ્નને આપણે ત્યાં પવિત્ર બંધન માનવામાં આવે છે પણ જો જીવનસાથી સાથે સંબંધ સારો ન હોય તો તે રૂંધાવવાને કારણે પણ બને છે. તેમાં બે મત નથી કે દેશમાં એસ્ટ્ર મેરિટલ રિલેશન-લગ્નેતર સંબંધો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.
જે એ બતાવે છે કે લોકો તેમના લગ્નથી ખુશ નથી. જો કે તેનો પણ ઇન્કાર નથી થઇ શકતો કે કેટલાક લોકો ખુદના રોમાંચ માટે પોતાના પાર્ટનરને દગો દેતા હોય છે તેમાં મહિલા અને પુરુષ બન્ને સામેલ છે. પરંતુ ભારતમાં 5 લાખથી વધુ યુઝર્સ ધરાવતી ગ્લીડેન એપ દ્વારા લગ્ન કરેલ મહિલાઓનો પણ કરાયેલા સર્વેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં મોટાભાગની મહિલાના પોતાના પાર્ટનરના કારણે જ અફેર કરતી હોય છે.
આ સર્વેમાં મોટેભાગે મુંબઇ, દિલ્હી, એનસીઆર, બેંગ્લુર, ચેન્નાઇ, હૈદ્રાબાદ અને પૂણે જેવા મેટ્રો શહેરની પરિણીત મહિલાઓ હતી. સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભારતમાં 10માંથી 7 મહિલાઓ પતિઓ સાથે એટલા માટે બેવફાઇ કરતી હોય છે કારણ કે તેના પતિ તેને ઘરના કામમાં તેની મદદ કરતા નથી. આટલી જ સંખ્યા એ મહિલાઓની છે જે લગ્નમાં બોરીંગના કારણે બીજા પુરુષ સાથે રિલેશનશીપ સાથે હોય છે.
પરાયા પુરુષ સાથે ફલર્ટીંગથી લગ્ન જીવનમાં ફાયદો ! : સર્વેમાં એવી પણ અજબ ગજબ વિગત બહાર આવી છે કે 37 ટકા મહિલાઓ એટલા માટે પતિ સાથે બેવફાઇ કરતી હોય છે કારણ કે તે કંઇક નવું અજમાવીને પોતાનું મોજુદ લગ્નજીવન બહેતર બનાવી શકે. આ મામલે એપના માર્કેટીંગ સ્પેશીયલીસ્ટ કરે છે કે આનો મતલબ એ પણ કાઢી શકાય કે લગ્નેતર સંબંધ લગ્નને બચાવવામાં પણ મદદગાર સાબિત થઇ શકે છે!