ખંભાળિયાની બ્રહ્મ સમાજને સેવા સંસ્થા શ્રી સારસ્વત બ્રાહ્મણ સમાજ દ્વારા શનિવારે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ખાસ ઉપસ્થિતિમાં બ્રહ્મપુરી ખાતે સ્નેહ-સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સતવારા અગ્રણી હરિભાઈ નકુમ, આહિર અગ્રણી ભીમશીભાઈ ચાવડા, નથુભાઈ ચાવડા, નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ રચનાબેન મોટાણી તથા મનુભાઈ મોટાણી, જેમીનીબેન યોગેશભાઈ મોટાણી, વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખંભાળિયા સારસ્વત બ્રાહ્મણ સમાજના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે આમંત્રિતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. (તસ્વીર : કુંજન રાડીયા)