જામ ખંભાળિયા, તા. 25 : કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ કોમ્બિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નારણભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાટીયા ગામના ગેઈટ પાસેથી એકટીવા મોટરસાયકલ લઈને નીકળેલા લખુભા મેરૂભા માણેક
તેમજ દિનેશગર ભવાનગર ગોસ્વામી ગામના બે શખ્સોના કબજામાંથી 11 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂપિયા 4,400 ની કિંમતના પરપ્રાંતીય શરાબ તથા મોટરસાયકલ, મોબાઈલ ફોન વિગેરે મળી, કુલ રૂપિયા 24,900 નો મુદ્દામાલ કબજે કરી, બંને શખ્સો સામે પ્રોહી. એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
રાણ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના રાણ ગામના વાડી વિસ્તારના સ્થાનિક પોલીસે રવિવારે સાંજે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલા બાબા કારા વારસાકીયા, માલા કારા સોલંકી, ધના ખીમા નકુમ, ભીખા જાડા નકુમ અને રાણા પુંજા વાઘેલાને ઝડપી લઇ, કુલ રૂપિયા 4,670 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.