જે પોતાના સુખમાં બીજાને ભાગ આપે તેનું નામ ભાગ્યવાન : નમ્રમુનિ મહારાજ

25 September 2023 04:11 PM
Junagadh
  • જે પોતાના સુખમાં બીજાને ભાગ આપે તેનું નામ ભાગ્યવાન : નમ્રમુનિ મહારાજ
  • જે પોતાના સુખમાં બીજાને ભાગ આપે તેનું નામ ભાગ્યવાન : નમ્રમુનિ મહારાજ
  • જે પોતાના સુખમાં બીજાને ભાગ આપે તેનું નામ ભાગ્યવાન : નમ્રમુનિ મહારાજ
  • જે પોતાના સુખમાં બીજાને ભાગ આપે તેનું નામ ભાગ્યવાન : નમ્રમુનિ મહારાજ

જુનાગઢમાં નમ્રમુનિ મહારાજ સાહેબનો પ3મો જન્મોત્સવ કાર્યક્રમ યોજાયો

જુનાગઢ, તા. 25

ગિરનારની ધરા પર કરૂણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો 53મિ જન્મોત્સવ કરુણા અને કલ્યાણના કર્તવ્યો અને શાતા, સમાધિ, અભયદાન જેવા સત્કાર્યો, તપ, ત્યાગ, સાધના અને આરાધનાના સંકલ્પો, વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા, આગામી આયોજનના પ્લાનિંગ અને અભિવંદનાની અમીવર્ષાની સાથે કાંઈક નવું અને પ્રેરણાત્મક પામવાની તૃપ્તિ સાથે સંપન્ન થયો.

પરમ ગુરુદેવ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, સમર્પણતા અને ભક્તિ ધરાવતાં પૂજનીય સંત -સતીજીઓ, 100થી વધુ જૈન સંઘો, સંસ્થાઓ, મહાનુભાવો, દેશ -વિદેશના અનેક ઉપસ્થિત ભાવિકો સાથે ઝૂમ લાઈવના માધ્યમે ભારતના ખૂણે ખૂણેથી તેમજ વિદેશના નાઇરોબી, લંડન, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, આફ્રિકા, યુગાન્ડા, દુબઈ, શારજાહા, અબુધાબી, સુદાન, સિંગાપુર, મલેશિયા આદિ 140થી વધુ દેશોના મળીને લાખો ભાવિકો અહોભાવથી જોડાઈને ધન્ય બન્યા હતા.

સ્વયં સ્ફુરિત મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના સિદ્ધસાધક પરમ ગુરુદેવે જ્યારે ત્રણ, તબક્કામાં વર્ષમાં એક જ વાર થતી વિશિષ્ટ અને સંકલ્પ સિદ્ધિદાયક જપસાધના શુભ થાઓ શકલ વિશ્વની શુભ ભાવના સાથે કરાવી ત્યારે પરમ ગુરુદેવના નાભિમાં બ્રહ્મનાદે લયબદ્ધ પ્રગટતા મંત્રોચ્ચારના દિવ્યધ્વનીએ સહુના આત્માને તો સ્પંદિત કર્યાં પણ પ્રભુપ્રેમ અને ગુરુ સાધનાની પ્રભાવકતાનો અનુભવ કર્યો.

આ અવસરે પરમ ગુરુદેવે માનવતાની નવી પરિભાષાની સમજ આપતાં ફરમાવ્યું કે, માનવતા મહોત્સવ તમારા પુણ્યને એક્સચેન્જ કરવાનો અવસર છે. જ્યારે તમે કોઈને કંઈ અર્પણ કરો છો, ત્યારે અર્પણ નથી કરતાં તમારા પુણ્યને એક્સચેન્જ કરો છો. આ નવી પરિભાષા સાથે પરમ ગુરુદેવે પ્રેરણા કરી કે તમે સત્કાર્ય કરો અને અન્યને સત્કાર્ય કરતાં શીખડાવો, ખુશીના પાર્સલ વહેંચો. તમારા નેચરને પુણ્ય નેચર બનાવો. પાણી પીતાં પહેલાં પ્યાસાને યાદ કરો. ’માનવતા હૃદયમાં ત્યારે જન્મે જ્યારે અન્યની પીડા પીડિત કરે’.

આ અવસરે પરમ ગુરુદેવના જીવનમાંથી પ્રેરણા આપતાં ગુણવૃદ્ધિ કરાવતાં આત્મ કલ્યાણકારી પ્રસંગોનું સંકલન- ’પ્રસંગોની પાઠશાળા’ પ્રેરક પુસ્તકનું વિમોચન એમ. એલ. એ પરાગભાઇ શાહ, અવંતિભાઈ કાંકરિયા, જીગરભાઈ શેઠ, દિનેશભાઇ મોદી, સ્વપ્નિલભાઈ મકાતી, ધર્મેશભાઈ શાહ, રાજેશભાઈ કોઠારી, આશિષભાઈ કાંકરિયાએ કર્યું. તેમજ ’નો યોર આય’ - ઇંગ્લિશ બુકનું વિમોચન અજયભાઈ શેઠ, હિતેનભાઈ મહેતા, પ્રદીપભાઈ દોશી, ભાવિકભાઈ શાહ, હર્ષદભાઈ ગાઠાણી આદિ દ્વારા થતા સર્વત્ર હર્ષ- હર્ષ છવાયો હતો.

આ અવસરે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર અભિમંત્રિત મંગલ કળશનો લાભ શ્રી અર્હત મનનભાઈ પરાગભાઈ શાહએ લીધો હતો અને એ માતબર રકમ એમના હસ્તે કેશોદની વિકલાંગ આસ્થા સંસ્થાની નિવાસ વ્યવસ્થા માટે અર્પણ કરવામાં આવશે. દ્વીતિય અને તૃતીય કળશનો લાભ મોદી પરિવાર અને શ્રી અમીબેન કોઠારી પરિવારે લીધો હતો, જે રકમ એનિમલ ફર્સ્ટ એડ કીટને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે અર્પણ કરવામાં આવશે. આ અવસરે પરમ ભક્તો એ પરમ ગુરુદેવને 10,008 પારાની માળા સાથે ’જુગ જુગ જીવો ગુરુદેવ’ના હૃદયપૂર્ણ ભાવો અર્પણ કર્યા હતા.


Advertisement
Advertisement
Advertisement