ચોમાસાની વિદાય શરૂ: દક્ષિણ-પશ્ચીમી રાજસ્થાનમાંથી પાછુ ખેંચાયું

25 September 2023 04:17 PM
Rajkot
  • ચોમાસાની વિદાય શરૂ: દક્ષિણ-પશ્ચીમી રાજસ્થાનમાંથી પાછુ ખેંચાયું

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલનો નિર્દેશ: વિદાયના પરિબળો સર્જાઇ ગયા: 30મી સુધી છુટાછવાયા ઝાપટા-હળવો વરસાદ વરસી શકે

રાજકોટ, તા.25 : ભારતમાંથી નૈઋત્ય ચોમાસાની વિદાસ શરૂ થઇ હોય તેમ આજે દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાંથી પાછુ ખેંચાયું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે માસાંત સુધી અમુક ભાગોમાં છૂટા છવાયા ઝાપટા તથા હળવો-મધ્યમ વરસાદ જ થવાની શક્યતા હોવાનું જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે જણાવ્યું છે. આજે તેઓએ વાતચીતમાં કહ્યું કે નૈઋત્ય ચોમાસાની વિદાય પ્રક્રિયામાં ત્રણ પરિબળોને લક્ષ્યમાં લેવામાં આવતા હોય છે,

પ્રથમ જમીનથી દોઢ કિલો મીટરની ઉંચાઇએ એન્ટી સાયકલોનિક સરક્યુલેશન, બીજાુ પાંચ દિવસથી વરસાદ ન થયો અને ત્રીજાુ ભેજમુક્ત સ્વચ્છ વાતાવરણ રહેવું. આ ત્રણેય પરિબળો સર્જાઇ ચૂક્યા હોવાને કારણે દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાંથી આજે ચોમાસાની વિદાય થઇ ગઇ છે. તેઓએ કહ્યું કે આગામી દવસોના પરિબળો પર નજર કરવામાં આવે તો આવતા ચાર દિવસ બાદ ઉતરીય આંદામાનના દરિયા તથા આસપાસના વિસ્તારમાં અપર-એર સાયકલોનક સરક્યુલેશન સર્જાશે અને ત્યારબાદના એકાદ-બે દિવસમાં લો-પ્રેસરમાં પરિવર્તિત થશે.

આ સિવાય હાલમાં મહારાષ્ટ્ર તથા આસપાસના ક્ષેત્રમાં 3.1 કિ.મી.ના લેવલે અપરએર સાયકલોનિક સરક્યુલેશન છે જે ચારેક દિવસ ત્યાં જ કેન્દ્રીત રહેવાની સંભાવના છે. તા.25 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં 30મી સપ્ટેમ્બર સુધી અમુક ભાગોમાં છુટાછવાયા ઝાપટા તથા ક્યાંક હળવો વરસાદ શક્ય છે. મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં પણ આ દરમિયાન છુટાછવાયા ઝાટપા-હળવો-મધ્યમ વરસાદ શક્ય છે. સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રીજીયનમાં વરસાદની માત્રા વધુ રહી શકે છે.

સળંગ 13મા વર્ષે ચોમાસાની મોડી વિદાય: દેશ લેવલે 7 ટકાની ખાધ: 33 ટકામાં 20 ટકા કરતા વધુની ઘટ્ટ
ભારતીય હવામાન વિભાગે પણ દક્ષિણ પશ્ચીમ રાજસ્થાનમાથી ચોમાસુ પાછુ ખેંચાયાનું જાહેર કરતા જણાવ્યું છે કે દેશમાં સળંગ 13માં વર્ષે ચોમાસુ નિયત કરતા મોડુ પાછુ ખેંચાયું છે. 17મી સપ્ટેમ્બરને બદલે આજે 25મીએ વિદાય થયુ છે. હવે 30મી સુધી કેશ લેવલે સામાન્ય-છુટોછવાયો વરસાદ થઈ શકે છે. ભારતમાં ચોમાસાના સરેરાશ 868.8 મીમી વરસાદ થાય છે

તેની સરખામણીએ 21મી સપ્ટેમ્બરની સ્થિતિએ સાત ટકાની ખાધ છે. 36 ટકા જીલ્લાઓમાં તો 20 ટકા કે તેથી વધુની વરસાદી ઘટ છે. આઈઆઈટી મુંબઈના જલવાયુ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આ વખતે આર્કટીક બરફને વ્યાપક નુકશાન થયું છે. આ ઉપરાંત એટલાંટીક પણ ઘણો ગરમ રહ્યો હતો. ભેજ ઉતર તરફ ખેંચાઈ ગયો હતો. અલ-નીનો પેટર્ન પશ્ચીમી પ્રશાંત ક્ષેત્રમાં ગ્લોબલ વોર્મિંગનો સંકેત આપે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement