અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ

25 September 2023 05:03 PM
Rajkot
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ
 • અમદાવાદની ટીમને તપાસમાં ઉતારતા કમિશ્નર : શિવમ બિલ્ડીંગ બંધ : સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા નોટીસ

સર્વેશ્વર ચોકની ઘટનામાં એજન્સીના રીપોર્ટ દ્વારા આગળની કાર્યવાહી-આનંદ પટેલ : મિલ્કતધારકોને સ્ટેબીલીટી સર્ટીફીકેટ આપવા તાકીદ : એકાએક સ્લેબ ધસી પડવાનું કારણ અકળ!

રાજકોટ, તા. 25
શહેરના સર્વેશ્વર ચોકમાં ગઇકાલે સાંજે શિવમ કોમ્પ્લેક્ષ બિલ્ડીંગનો પાર્કિંગની જગ્યાનો સ્લેબ તુટી પડતા સર્જાયેલી ભયાનક દુર્ઘટનાના પગલે મહાપાલિકા તંત્ર તાત્કાલીક એકશનમાં આવ્યું છે. ગઇકાલે રાત્રે સ્થળ અને હોસ્પિટલ પર પહોંચેલા મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલે તાત્કાલીક અમદાવાદથી એજન્સીની ટીમને બોલાવીને ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ કરાવી દીધી છે. તો મનપા બાંધકામ શાખાએ બિલ્ડીંગના આસામીઓ અને એસો.ને નોટીસ આપીને સ્ટ્રકચરલ રીપોર્ટ આપવા સૂચના આપી છે. સાથે જ પ્રાથમિક તપાસ સુધી આ બિલ્ડીંગના ઓફિસ અને દુકાનધારકોને જગ્યાનો ઉપયોગ ન કરવા સૂચના આપતા આજે પુરૂ બિલ્ડીંગ સુમસામ રહ્યું હતું.

આજે કમિશ્નર આનંદ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે મહાપાલિકાની જુદી જુદી મિલ્કતોના આયુષ્ય, મજબુતી, માળખાકીય સલામતી સહિતની બાબતોનો અભ્યાસ કરીને તેનો રીપોર્ટ બનાવવા માટે બે મહિના પહેલા જ અમદાવાદની કંપનીને રોકવામાં આવી છે. કોર્પો.ની જુદી જુદી મિલ્કતોનો અભ્યાસ પણ આ કંપની કરી રહી છે. સરકારી મિલ્કતોની સ્ટેબીલીટીનું નિયમિત પરીક્ષણ થવું જોઇએ. આ હેતુ સાથે તેમણે એજન્સીની નિમણુંક કરેલી છે.

દરમ્યાન ગઇકાલે સર્વેશ્વર ચોકમાં આ ઘટના બનતા તાત્કાલીક અમદાવાદની એજન્સીને જાણ કરવામાં આવી હતી. આથી કંપનીના પ્રતિનિધિઓ રાત્રે જ રાજકોટ આવી ગયા હતા અને આજે સવારે કોર્પોરેશનના ઇજનેરોની ટીમ સાથે રાખીને તપાસ શરૂ કરી દીધી છે. કમિશ્નરે વધુમાં કહ્યું હતું કે આ એજન્સી દ્વારા બનાવના કારણ અંગેનો રીપોર્ટ આપવામાં આવનાર છે. સ્લેબ કઇ રીતે અને શા માટે બેસી ગયો તેનું ચોકકસ કારણ આ રીપોર્ટમાં સામે આવશે. તે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બિલ્ડીંગને નોટીસ
દરમ્યાન આજે યાજ્ઞિક રોડથી સર્વેશ્વર ચોક તરફ જવાનો રસ્તો પોલીસે વાહનો માટે બંધ કરાવ્યો હતો. સીટી ઇજનેર કોટક, પર્યાવરણ વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસમાં ગયા હતા. આ બિલ્ડીંગને હાલ સલામતી ખાતર બંધ કરવામાં આવ્યું છે. આજે બપોરે આ બિલ્ડીંગના ઓનર્સ અને એઓપી (એસો.)ને નોટીસ મોકલવામાં આવશે. આ બિલ્ડીંગના સ્ટ્રકચરલ અને સ્ટેબીલીટી રીપોર્ટ આપવા સૂચના અપાશે. વર્ષો જુના આ બિલ્ડીંગનો સ્લેબ જેટલા ભાગમાં પડયો તેની નીચે કોઇ પીલર દેખાયો નથી. આજે પણ આ જગ્યા હેઠળ ગંદા વોંકળાની ગંદકીની હાલત લોકોને જોવા મળી હતી.

એક વાત એવી પણ બહાર આવી છે કે આ જગ્યાએ ખાણીપીણીના ધંધાર્થી દ્વારા નવી દુકાન લઇને તેમાં રીપેરીંગ કામ જેવું કરવામાં આવતું હતું. તેમાં બ્રેકર સહિતના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય તેના કારણે પણ વાયબ્રેશન સર્જાયા હોય તેવી શકયતા નકારાતી નથી. જોકે લાંબા સમયથી આ ભાગ પાયામાંથી નબળો પડયો હોય તે કારણે પણ દુર્ઘટના બની હોય શકે છે. એકંદરે હવે એજન્સીનો રીપોર્ટ આવે તે બાદ આગળની કાર્યવાહી કરવાના નિર્દેશ કમિશ્નરે આપ્યા છે.

40 લોકો વોંકળામાં ખાબકયા હતા : મેયર ઘટનાસ્થળે રહ્યા
બનાવની તપાસ શરૂ થઇ ગઇ છે : નયનાબેન પેઢડીયા
સર્વેશ્વર ચોકમાં કોમ્પલેક્ષનો સ્લેબ ધસી પડવાની ઘટનામાં તપાસ શરૂ થઇ ગયાનું મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું. મેયરે કહ્યું હતું કે સ્લેબ ઉપરથી 40 જેટલા લોકો વોંકળામાં પડયા હતા જેને ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા છે. ઘાયલોને સારવાર માટે તત્કાલ હોસ્પિટલે પહોંચાડાયા હતા. તમામ તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. મંત્રી, પદાધિકારીઓ, પ્રમુખ સહિતની ટીમ સ્થળ પર હતી. ગણપતિ ઉત્સવના કારણે ચોકમાં વધુ ભીડ હતી અને બાપાના આશિર્વાદના કારણે જ જાનહાની થતા અટકી છે. ઘાયલો તાત્કાલીક સ્વસ્થ થાય તેવી લાગણી પણ તેમણે વ્યકત કરી હતી.

વોંકળા પરના તમામ બાંધકામોની તપાસ થશે : જયમીન ઠાકર
માત્ર સ્લેબનો ભાગ પડયો, પીલર યથાવત : ડઝનથી વધુ વોંકળામાં ટીમો મોકલાશે : રાજકોટના જુના જર્જરીત બાંધકામોનો પણ તુરંતમાં સર્વે
શહેરના સર્વેશ્વર ચોકમાં ગઇકાલે રાત્રે બિલ્ડીંગનો સ્લેબ ધસી પડવાની બનેલી ઘટનાથી મહાપાલિકાના તંત્રવાહકો એકશનમાં આવી ગયા છે. હવે છેલ્લા દાયકાઓમાં જે જે વોંકળા પર બાંધકામ થયા છે તે તમામ વોંકળાના સર્વે કરવાની સૂચના સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે આપી છે.

આજે બપોરે પદાધિકારીએ જણાવ્યું હતું કે 14 થી 15 જેટલા વોંકળા પર બાંધકામ થયા છે. આ બિલ્ડીંગ હેઠળથી વોંકળાના વહેણ પસાર થઇ રહ્યા છે. આથી પાયામાં કોઇ ખામી નથી ને તે અંગે ચકાસણી કરવી અનિવાર્ય છે. બાંધકામ શાખા, ટીપી શાખા, પર્યાવરણ વિભાગને આ માટે કામ સોંપવામાં આવ્યું છે. આ ઘટના બની તે જગ્યાએ માત્ર પાર્કિગના ભાગનો સ્લેબ ધસી પડયો છે. પાયાને કોઇ નુકસાન થયું નથી. આથી પણ વધુ ગંભીર ઘટના બનતી અટકી છે.

આવા બિલ્ડીંગોના પાયા વોંકળામાં હોય તેની તાત્કાલીક ચકાસણી કરવી અનિવાર્ય છે. મહાપાલિકા દ્વારા ચોમાસામાં વધુ જોખમી બનતા રાજકોટના 1પ00 જેટલા બાંધકામોનો સર્વે કરવા નિર્ણય લેવાયો છે. સરકારી કવાર્ટર હોય કે ખાનગી બિલ્ડીંગ તેની સલામતી તપાસવા એજન્સી રોકવાની છે. આગામી સ્ટે.કમીટીની મીટીંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ રીતે મનપા ખાનગી અને સરકારી બિલ્ડીંગનો સર્વે કરવાની છે તેની સાથે વોંકળા પરના બાંધકામોનો પણ રીપોર્ટ બનાવશે તેમ ચેરમેને જણાવ્યું હતું.

સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદી દોઢ કલાકે પહોંચ્યા, તબીબી સ્ટાફે યુદ્ધના ધોરણે મોરચો સંભાળ્યો હતો
ડોકટર, નર્સ, વોર્ડ બોય સહિતના કર્મચારીઓએ ઈજાગ્રસ્ત લોકોને તત્કાલ સારવાર આપી હતી
સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે 11 લોકો દાખલ છે ત્યારે બે લોકોને નિદાન કર્યા બાદ જ રજા અપાઇ હતી : હાલ કોઇ ગંભીર નથી
સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં અનેક ઈજાગ્રસ્તો હોવાની જાણ થતા જ સિવિલ હોસ્પિટલનો તબીબી સ્ટાફ સાબદો થઈ ગયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તત્કાલ સારવાર અપાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સર્વેશ્વર ચોકની ઘટનાની ગણતરીની મિનિટોમાં જ ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પુર્વ મેયર સાથે વાત કરી સ્થિતિની સમીક્ષા કરેલી જો કે સિવિલ હોસ્પિટલ- રાજકોટના સૂત્રોએ જણાવ્યું કે, ઘટનાના દોઢ કલાક બાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ જોવા મળ્યા હતા. જો કે, તેમના આવ્યા પહેલા જ આરએમઓ શ્રી દુસરા અને અન્ય અધિકારીઓએ મોરચો સંભાળી લીધો હતો.

પોલીસ જવાનોના સહકારથી તમામ ઈજાગ્રસ્તોને ઈમરજન્સી વોર્ડ અને ત્યાંથી જે-તે ઈજા મુજબ અન્ય વિભાગોમાં દર્દીઓને રિફર કર્યા હતા. અફરતફરીનો માહોલ હોવા છતાં ખૂબ સારી રીતે સ્થિતિ સંભાળી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે, અનેક દર્દીઓ સારવારમાં હોય છે અને દરેક મીનીટે દવા દર્દી દાખલ થતા હોય છે. આવી સ્થિતિમાં પણ ફરજ પરના ડોકટર્સ, નર્સ, વોર્ડબોય સહિતના કર્મચારીઓએ ઈજાગ્રસ્ત લોકોને તત્કાલ સારવાર આપી હતી.

ચોરસ આકારનો સ્લેબ સીધેસીધો વોંકળામાં ઉતરી ગયો : પીલર સલામત રહેતા બિલ્ડીંગ સલામત રહ્યું
1990માં પહેલો પ્લાન મૂકાયો, 1992માં રીવાઇઝડ પ્લાન મંજૂર કરાયો
સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્ષનો પાર્કિંગનો સ્લેબ જે રીતે વોંકળામાં ઉતરી ગયો તે જોતા જાણે કોઇ કાચનો ટુકડો ચોરસ આકારમાં અંદર ઉતરી ગયાનું દેખાતું હતું. આ બિલ્ડીંગના તમામ સ્લેબ સલામત દેખાયા હતા. ખાણીપીણીની દુકાન બહારનો સ્લેબ ભારે વજનથી ઉતરી ગયો છે. આજુબાજુમાં બાંધકામના સળીયા કટાઇ ગયેલા દેખાયા છે. સાડા ત્રણ દાયકામાં આ બિલ્ડીંગમાં કોઇ ખાસ રીપેરીંગ કે રીનોવેશન કરવામાં નહીં આવ્યાનું તંત્રના ધ્યાને આવ્યું છે.

1989માં આ વોંકળાના વેંચાણની પ્રક્રિયા શરૂ થઇ હતી. 1990માં પહેલો બાંધકામ પ્લાન મુકાયો હતો. 1991માં આ પ્લાન રીવાઇઝ કરાયો હતો. બાદ 199રમાં ભરતી ભેરણીમાં આ વોંકળાવાળી જગ્યા બિલ્ડરોએ મનપા પાસેથી ખરીદી હતી. રાજકોટ શહેરમાં જે તે સમયે વોંકળાની જમીન વેંચવા કે ખરીદવાના કોઇ ખ્યાલ ન હતા. જે તે વખતે ભાજપના અમુક મોટા નેતાઓ અને ટોચના બિલ્ડર વચ્ચેના અંગત સંબંધોમાંથી પણ આ વિચારને પરિપકવતા મળી હતી. પહેલો વોંકળો સર્વેશ્વર ચોકમાં વેંચાયો અને ત્યાં બાંધકામ થાય તે પહેલા જમીનનું રીસેલમાં વેંચાણ પણ થયું હતું. બિલ્ડીંગ બન્યુ ત્યારે જમીન ખરીદનારા, બિલ્ડીંગ બાંધનારા બધા બદલાઇ ગયા હતા. સામેના ભાગે જ નાગરિક બેંકે પણ વોંકળા પર જમીન ખરીદી હતી તે બાદ જાગનાથથી છેક સદર સુધીના ભાગ પર બાંધકામો થયા છે. મધ્ય રાજકોટમાં અનેક વિસ્તારમાં પાણીના નિકાલ ન થવા અને રસ્તા પર જળબંબાકાર થવા બદલ આવા વોંકળા પરના બાંધકામો અને દબાણો પણ જવાબદાર બની રહ્યા છે.

કોંગી નેતા મહેશ રાજપૂતનું મહત્વનું સૂચન
વોંકળા પરના બાંધકામો જાતે ચેક કરો; અંદરની હાલત એજન્સી કઇ રીતે જોશે?
સર્વેશ્વર ચોકના બિલ્ડીંગનો સ્લેબ ધસી પડવાની ઘટના બાદ મનપા દ્વારા મિલ્કતધારકોને નોટીસ આપીને રીપોર્ટ માંગવાની કાર્યવાહી શરૂ થઇ છે. તેવામાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને આ જ વિસ્તારમાં ઓફિસ ધરાવતા મહેશ રાજપૂતે મનપાને જાહેરહિતમાં મહત્વનું સૂચન કર્યુ છે.

કોંગી નેતાએ જણાવ્યું હતું કે મિલ્કતધારકોને બિલ્ડીંગનું સ્ટ્રકચરલ અને સ્ટેબીલીટી સર્ટીફીકેટ રજુ કરવા કહેવામાં આવનાર છે. આર્ટીટેકટના સ્ટ્ર. રીપોર્ટ પરથી બિલ્ડીંગના બાંધકામની મજબુતાઇનો ખ્યાલ આવે છે. પરંતુ વાસ્તવમાં આવી જગ્યાએ મનપાએ પોતાના નિષ્ણાંત પાસે તપાસ કરાવવી જોઇએ. બિલ્ડીંગની મજબુતી, તેના પાયા સહિતની બાબતો સરકારી કચેરીએ જ ચેક કરવી જોઇએ.

ખાનગી એજન્સીના કોઇ કર્મચારીને વોંકળા અંદરની હાલતનો ખ્યાલ હોતો નથી. આવા એન્જીનીયર પાયા અંગે તપાસ કરી શકે કે કેમ તે સવાલ રહે છે. મનપા પાસે ઇજનેરોની મોટી ફૌજ છે આથી આ અધિકારીઓ પાસે જ રીપોર્ટ તૈયાર કરાવવો જોઇએ. ભવિષ્યમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર ફીટનેસ પ્રમાણપત્ર આપે તો બિલ્ડીંગનું આયુષ્ય લંબાઇ શકે છે.

પુત્રને ફ્રેકચર આવ્યું - પ્લેટ નાખવી પડશે ; જગ્યા ઓવરલોડ થતાં સ્લેબ તૂટ્યો : મીતાબેન શાહ
રાજકોટ : શહેરમાં ગઈકાલે સર્વેશ્વર ચોકની સ્લેબ તૂટવાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ મિતાબેન શાહ જણાવે છે કે તેઓ પરિવાનરના ચાર સભ્યો સાંજે 8 થી 8.30 કલાકની વચ્ચે નાસ્તો કરી રહ્યા હતા ત્યારે ખૂબ માણસો હતો અને ઓવરલોડને કારણે સ્લેબ તૂટ્યો અને તમામ લોકો ડ્રેનેજમાં પડ્યા. તેમના પુત્રને પગમાં ફ્રેકચર છે અને ડોક્ટરના મુજબ પ્લેટ મૂકવી પડશે. તેઓ પરિવારના ચાર સભ્યો હતા જેમાં પતિ અને પુત્રીને કોઈ ઇજા પહોંચી નથી. મીતાબેન પંચનાથ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દર્શન કરી નાસ્તો કરતા હતા ત્યાં એકદમ અવાજ આવ્યો અને અમે નીચે પટકાયા : ઇજાગ્રસ્ત કાજલબેન કોઠારી
રાજકોટના સર્વેશ્વર ચોકમાં ગઈકાલે સ્લેબ તૂટવાના કારણે 40 થી વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. ત્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ કાજલબેન કોઠારીએ જણાવ્યું કે તેઓએ પરિવારના પાંચ સભ્યો સર્વેશ્વર ચોક ગણપતિના દર્શને ગયા હતા અને ત્યારબાદ સંતોષ ભેળ બહાર નાસ્તો કરતા હતા. તેઓએ કહ્યું કે એક અવાજ આવ્યો અને તમામ લોકો નીચે પડ્યા. બીજી કઈ સૂઝ ન રહી, અને કઈ ખબર જ ન પડી તેટલું ઝડપી બધું થઈ ગયું. તેમના પતિને માથામાં ઇજા થઈ છે અને તેઓ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તકે તેઓએ તંત્રને ખાસ અપીલ કરી છે જર્જરિત મકાનો ઇમારતોનું ચેકીંગ થવું જોઈએ.

ગણપતિ મહોત્સવની આરતી પૂર્ણ થઈ અને સમગ્ર જગ્યામાં લોકોની ચિચિયારી સંભળાવવા લાગી..
એક મોટો અવાજ આવ્યો, સ્લેબ તૂટ્યો અને નીચે પટકાયેલા લોકોની ચીસોથી અફડાતફડી મચી : થોડી જ વારમાં સમગ્ર ચોકમાં ફકત એમ્બ્યુલન્સ અને પોલીસ - ફાયરની ગાડીઓ જોવા મળી
રાજકોટ : શહેરના સર્વેશ્વર ચોકમાં ગઈકાલે સ્કેબ તૂટવાના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગઇકાલે રવિવાર હોવાથી સેંકડો લોકો સર્વેશ્વર ચોક કા રાજા ગણપતિ ભગવાનના દર્શને પહોંચ્યા હતા. તો અનેક લોકો ત્યારબાદ ખાણીપીણીની દુકાને હતા. સાંજે 7.30 કલાકે આરતી પૂર્ણ થઈ અચાનક જ લોકોની ચિચિયારીઓ સંભળાવવા લાગી. નીચે પટકાયેલા લોકો મદદ માટે પોકાર કરતા હતા. અને ફકત 10 મિનિટમાં જ ચોકમાં જ્યાં ગણેશ વંદના ના ગીતો અને લોકો આનંદ માણી રહ્યા હતા તે સ્થળે ચિચિયારી,એમ્બ્યુલન્સ પોલીસ અને ફાયર નો અવાજ આવવા લાગ્યો.

કેબિનેટ મંત્રી, ધારાસભ્યો, શહેર ભાજપના પદાધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા
રાજકોટ : ગઈકાલે સાંજે 8.30 કલાકે સંતોષ ભેળની બહાર સ્લેબ તૂટવાની ઘટના સામે આવી હતી જેના કારણે 35 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ શહેરની પીડિયું હોસ્પિટલ, શિવ, શેઠ, પંચનાથ તથા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો દાખલ થયા હતા. મોડી રાત્રે 10.30 કલાકે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ મેયર પ્રદીપ ડવ, કમલેશ મીરાની સહિતના આગેવાનો પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રી ભાનુબેનએ જણાવ્યું કે દુર્ઘટનાની જાણ થતાં તંત્ર તરફથી તમામ મદદે પહોંચી હતી. લોકોની ઝડપી સારવાર કરવા સૂચના અપાઇ છે. હાલ 11 લોકો સારવાર હેઠળ છે. ભાજપના કાર્યકરો પણ તરથ રેસ્ક્યુમાં જોડાયા હતા.

ગણપતિ મહોત્સવના આયોજકો, સ્વયંસેવકો, પોલીસ દ્વારા તરત બેરિકેડને સીડી બનાવી લોકોને રેસ્ક્યુ કરવા નીચે ઉતરવા લાગ્યા
રાજકોટ : શહેરમાં યાજ્ઞિક રોડ પાસે આવેલ સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેળની બહારનો સ્લેબ અંદાજે 8.30 કલાકે ધરાશાયી થયો હતો. તે સમયે 40 થી વધુ લોકો નાસ્તો કરી રહ્યા હતા.અચાનક સલેબ તૂટતા નજીકના લોકોએ ગણપતિની વ્યવસ્થા માટે રાખવામાં આવેલ બેરીગેડને સીડી બનાવવી નીચે ઉતારવા લાગ્યા અને રેસ્ક્યું કરવામાં મદદરૂપ બન્યા. ગણપતિ મહોત્સવના કાર્યકરો, પોલીસ અને સ્થાનિકો નીચે પટકાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement