કોંગ્રેસને ‘કાટ’ લાગી ગયો છે: પક્ષ અર્બન નકસલીઓના હાથમાં: ભોપાલમાં મોદીનો પ્રહાર

25 September 2023 05:12 PM
India Politics
  • કોંગ્રેસને ‘કાટ’ લાગી ગયો છે: પક્ષ અર્બન નકસલીઓના હાથમાં: ભોપાલમાં મોદીનો પ્રહાર

► છ માસમાં સાતમી વખત મધ્યપ્રદેશ પહોંચતા વડાપ્રધાન

► ભોપાલમાં કાર્યકર્તા મહાકુંભને સંબોધન: મહિલા અનામતનો યશ લીધો: બુથ નહી દરેક મતદારને જીતવા અનુરોધ

ભોપાલ: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની પુર્વ તૈયારી રૂપે ફરી એક વખત રાજયની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં કાર્યકર્તાઓના મહાકુંભને સંબોધન કરતા વિધાનસભામાં દરેક બુથ નહી દરેક મતદારના દિલ જીતવાના છે તે સાથે જીતના મંત્ર આપ્યો હતો.

અહી જંબુરી મેદાનમાં મોદીએ વિપક્ષના ગઠબંધનને ઈન્ડીયા નહી ઘમંડીયા હોવાનું પુનરોચ્ચાર કરતા અર્બન નકસલીઓએ કોંગ્રેસનો કબજો સંભાળી લીધો છે. તેઓ સનાતન ધર્મને પણ ખત્મ કરવા માંગે છે અને કોંગ્રેસના નેતાઓના મોઢા પર તાળા છે અને કોંગ્રેસ હવે તેની જમીન ગુમાવી બેઠી છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ પર હવે ‘કાટ’ લાગી ચુકયો છે. તેઓએ ફરી મહિલા અનામતનો ખરડો જે હાલ સંસદમાં મંજુર થયો તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસ અને વિપક્ષોએ છેલ્લા 27 વર્ષથી તે અટકાવી રાખ્યો હતો અને જે રીતે માતા-બહેનો હવે જાગૃત થઈ છે

તેથી વિપક્ષોએ આ નારીશક્તિ વંદન અધિનિયમને ટેકો આપવાની ફરજ પડી હતી. તેઓએ વિરોધ કર્યો હતો પણ હવે હિમ્મત રહી નથી. મોદીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પક્ષે ગરીબને ગરીબ જ રાખી હતી. છ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સાતમી મધ્યપ્રદેશ મુલાકાત છે. અહી ભાજપના 1 લાખથી વધુ કાર્યકર્તાને તેઓએ સંબોધન કર્યુ હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement