રાજકોટ તા.25 : રાજકોટ નજીક ગ્રીન ફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ગઈકાલે રવિવારે વહેલી સવારે 9-00 કલાકે એર ઈન્ડિયાની મુંબઈ ફલાઈટમાં ટેકનીકલ યાંત્રીક ખામી સર્જાતા પેસેન્જરોને નીચે ઉતારી વિમાનને ગ્રાઉન્ડેડ કરાતા મુંબઈ જયાં 109 મુસાફરોએ દેકારો મચાવતા એરપોર્ટ કોલાહલથી ગુંજી ઉઠયું હતું.
ગઈકાલે સવારે એર ઈન્ડિયાની એઆઈસી 659/688 મુંબઈ-રાજકોટ-મુંબઈ સવારે 8-10 કલાકે લેન્ડીંગ થયા બાદ પરત મુંબઈ ઉડાન ભરે તે પહેલા જ યાંત્રીક ખામી સર્જાતા મુસાફરોને નીચે ઉતારી વિમાનને ગ્રાઉન્ડેડ કરતા 109 જેટલા મુસાફરોમાંથી ઘણાને વિદેશ જવાની કનેકટીંગ ફલાઈટ હોવાથી બૂમરાણ મચાવતા એર લાઈન્સ કંપનીએ અન્ય વિમાન અને અમદાવાદ, દિલ્હીથી લંડન સુધીની વ્યવસ્થા કરી આપી હતી. મુસાફરોને શાંત પાડયા હતા.
ગ્રાન્ડેડ થયેલ વિમાનની યાંત્રીક ખામી દુર કરવા મુંબઈથી એન્જીનીયરોની ટીમ આવી પહોંચતા આજે બપોર સુધીમાં યાંત્રીક ખામીઓ દુર થતા બપોરે એક કલાકે ખાલી વિમાન મુંબઈ જવા ટેક ઓફ થયું હતું. ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયાના 14 દિવસ પસાર થઈ ગયા બાદ પહેલી વખત વિમાનને ગ્રાન્ડેડ કર્યાની પ્રથમ ઘટના બની છે.